Jamnagar : સિદસર ઉમિયાધામમાં કાર્યક્રમમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલે હાજરી આપી
જેમાં સિદસરમાં કડવા-લેઉવા પટેલ એકતાનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે પાટીદારોની તમામ સંસ્થાઓ એક મંચ પર આવે વધુ સારી રીતે કામ થઈ શકે. તેમજ પાટીદાર સમાજને એક થવાની તક બદલ ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે રાજકારણમાં પ્રવેશ અંગે નરેશ પટેલ મૌન સેવ્યું હતું.
ગુજરાતમાં(Gujarat) વિધાનસભા ઇલેકશન પૂર્વે પાટીદારો સમાજ દ્વારા શકિત પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં જામનગરમાં સિદસર ઉમિયાધામમાં(Umiyadham) કાર્યક્રમમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલે હાજરી આપી. દશાબ્દિ મહોત્સવમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલે(Naresh Patel) આપી હાજરી હતી. જેમાં સિદસરમાં કડવા-લેઉવા પટેલ એકતાનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે પાટીદારોની તમામ સંસ્થાઓ એક મંચ પર આવે વધુ સારી રીતે કામ થઈ શકે. તેમજ પાટીદાર સમાજને એક થવાની તક બદલ ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે રાજકારણમાં પ્રવેશ અંગે નરેશ પટેલ મૌન સેવ્યું હતું. તેમણે કહ્યું સમય આવ્યે જ જાહેર કરીશ. જો કે તેમણે પાટીદારોને સંગઠિત થવા માટે અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ઉમિયા ધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળિયાએ જણાવ્યું હતું કે ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા રવિવારે સવારે 9.30 કલાકે યોજાનારા ‘માનું તેડુ” કાર્યક્રમ યોજવામાં આવશે. આલેચ પર્વતમાળાની ગોદમાં વસેલા સિદસર ગામમાં વેણુ નદીના કાંઠે ભૂમિપૂજન, લોકાર્પણ, સ્મૃતિસમારોહના આ ત્રિવેણી સંગમ સમા દશાબ્દી મહોત્સવમાં સિદસર મંદિરે મા ઉમિયાનું પૂજન, અર્ચન, ધ્વજારોહણ કરવામાં આવશે. ઉમા કળશ યોજના પ્રારંભિક ધોરણે રાજકોટ શહેરમાં શરૂ થશે.
આ કળશ યોજના થકી પ્રત્યેક પાટીદાર પરિવાર દરરોજનો 1 રૂપિયા લેખે વર્ષના 365 રૂપિયા નિધિ જમા કરાવશે. રાજકોટ શહેરના 25 હજાર પાટીદાર પરિવારો આ યોજનામાં પ્રથમ તબકકે જોડાશે ત્યારબાદ સૌરાષ્ટ્રભરના બે લાખ પરિવાર સુધી આ યોજનાને લઈ જવાની નેમ છે. આ કળશ યોજના થકી એકત્ર થયેલી નિઘિ અલગ-અલગ ક્ષેત્રે વપરાશે.
આ પણ વાંચો : Kutch: ઉનાળો શરુ થતા જ ભૂજમાં પાણીની પારાયણ શરુ, ભર ઉનાળે પાણી માટે તરસ્યા લોકો
આ પણ વાંચો : ગુજરાતમાં ગરમીનો પારો યથાવત, મોટાભાગના શહેરોમાં ગરમી 40 ડિગ્રીને પાર
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો