ખેડા વીડિયો : સિરપથી મોત કેસને લઈને પોલીસ દ્વારા SITની કરાઈ રચના, જાણો ક્યા અધિકારી કરશે તપાસ
ખેડા જિલ્લામાં 5 યુવકના રહસ્યમય થયેલા મોતની ઘટનામાં મોટો ખુલાસો આવ્યો છે. જેમાં પાંચ લોકો માંથી ત્રણના મોત સિરપ પીવાથી થયા હોવાનું સામે આવ્યુ છે.જ્યારે અન્ય બે યુવકોના મોત અંગે તપાસ ચાલી રહી છે.સિરપથી મોત કેસને લઈને પોલીસ દ્વારા SITની રચના કરવામાં આવી છે.
ખેડા સમાચાર : ખેડા જિલ્લામાં 5 યુવકના રહસ્યમય થયેલા મોતની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. જેમાં પાંચ લોકોમાંથી ત્રણના મોત સિરપ પીવાથી થયા હોવાનું સામે આવ્યુ છે.જ્યારે અન્ય બે યુવકોના મોત અંગે તપાસ ચાલી રહી છે.સિરપથી મોત કેસને લઈને પોલીસ દ્વારા SITની રચના કરવામાં આવી છે. SITમાં ચાર પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
SIT રચનામાં નડીયાદ ડિવિઝનના DYSP વિમલ બાજપાઈની અધ્યક્ષતામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તો SOG અને નડીયાદ રુરલ પોલીસ સ્ટેશનના PI અને મહેમદાવાદના PSI પણ SITની રચનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો હાલમાં સમગ્ર કેસની SOG PI અને નડીયાદ રુરલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI ડી.એન.ચુડાસમાએ તપાસ કરી છે.
