AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડા: નડિયાદ નગરપાલિકા સંચાલિત શાળાની ગંભીર બેદરકારી, વિદ્યાર્થીઓને ટેમ્પામાં બેસાડી સ્પોર્ટ એક્ટિવિટી માટે લઈ જવાયા- વીડિયો

ખેડા: નડિયાદ નગરપાલિકા સંચાલિત શાળાની ગંભીર બેદરકારી, વિદ્યાર્થીઓને ટેમ્પામાં બેસાડી સ્પોર્ટ એક્ટિવિટી માટે લઈ જવાયા- વીડિયો

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Jan 29, 2024 | 5:58 PM
Share

ખેડા: નડિયાદ નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળા નંબર 14ની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળાના વિદ્યાર્થીઓને ટેમ્પામાં બેસાડીને સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે લઈ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યુ છે. સ્કૂલના બે શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સ્પોર્ટસ એક્ટિવિટી માટે લઈ જવામાં આવ્યા હતા.

ખેડાના નડિયાદ તાલુકામાં નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળા નંબર 14ની ઘોર બેદરકારી સામે આવી છે. આ શાળાના બે શિક્ષકો વિદ્યાર્થીઓને ટેમ્પામાં બેસાડીને સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે લઈ જતા હોવાનું સામે આવ્યુ છે. 16 જેટલા વિદ્યાર્થીને ટેમ્પોમાં ભરીને લઈ જવામાં આવ્યા હતા. નિયમ પ્રમાણે ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં સામાનની જ હેરફેર કરવાની હોય છે. ત્યારે સ્કૂલના શિક્ષકો વિદ્યાર્થીઓને જોખમી રીતે ટેમ્પોમાં બેસાડીને લઈ ગયા હતા. સમગ્ર ઘટના ટીવી9ના કેમેરામાં કેદ થઈ છે.

16 બાળકોને ટેમ્પોમાં ભરીને સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે લઈ જવાની છૂટ કોણે આપી?

આ સમગ્ર મામલે નગર શિક્ષણ સમિતિના શાસનાધિકારીએ નિવેદન આપ્યુ કે સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે અને આર્ચાય અને શિક્ષકોની પૂછપરછ કરાશે. અહીં સૌથી મોટો સવાલ એ છે વડોદરાની હરણી તળાવની દુર્ઘટના બાદ પણ શાળા દ્વારા ગંભીર પગલા લેવામાં નથી આવી રહ્યા છે. તાજેતરમાં જ શાળાના શિક્ષકો અને બોટમાલિકોની બેદરકારીને કારણે ફુલ જેવા કુમળા 12 બાળકોના હરણી બોટ દુર્ઘટનામાં મોત થયા છે. ત્યારે ટેમ્પોમાં ભરીને વિદ્યાર્થીઓને લઈ જવાનો પરવાનો શિક્ષકોને કોણે આપ્યો?

આ પણ વાંચો: હરણી બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટે લીધો કોર્પોરેશનનો ઉધડો ! કહ્યું દુર્ઘટના બાદ જ કેમ જાગે છે તંત્ર ? કોન્ટ્રાક્ટરની જ નહીં અધિકારીઓની પણ હોવી જોઈએ જવાબદારી

શાળાની ગંભીર બેદરકારી સામે પગલા લેવાશે?

શુ શાળાના આચાર્ય આ ઘટનાની માહિતગાર હતા કે નહીં ! જો શાળાના આચાર્યને આ ઘટનાની જાણકારી હતી તો શું તેમણે પણ જરૂરી ન ગણ્યુ કે તેમને રોકવામાં આવે? કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોની? વિદ્યાર્થીઓના જીવના જોખમમાં મુકવાની છૂટ કોણે આપી? શું આ પ્રકારી ગંભીર બેદરકારી બદલ શાળા સામે કોઈ પગલા લેવામાં આવશે કે માત્ર સૂચના આપીને જ સંતોષ માનવામાં આવશે?

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">