Breaking News : ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પીઠાઈ ગામમાં આવેલી પ્લાયવુડ બનાવતી એક કંપનીમાં ભીષણ આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટના બનતા જ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી.

માહિતી મુજબ કઠલાલ, કપડવંજ અને નડિયાદ ફાયર સ્ટેશનની ટીમો આગ બુઝાવવા માટે કામે લાગી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અનેક કલાકોની સતત કામગીરી બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વીજ પુરવઠા કંપની એમજીવીસીએલ દ્વારા સાવચેતીના ભાગરૂપે આસપાસના સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. આગને કારણે કંપનીમાં રાખવામાં આવેલો કાચો માલ, તૈયાર માલ તેમજ મશીનરી બળીને ખાક થઈ ગઈ હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું કહેવાય છે. આગ લાગતાં કંપની અને આસપાસના વિસ્તારમાં લોકો એકત્ર થઈ ગયા હતા. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો- 500 વર્ષ જૂની વાવમાં સૂર્યકુમાર યાદવે T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ફોટોશૂટ કર્યું, જાણો અહી કેવી રીતે પહોચશો