ખેડાના લસુન્દ્રાની પટેલ દીકરીના રબારી યુવક સાથે પ્રેમ લગ્નનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. અમદાવાદમાં પાસ કન્વીનર્સે દીકરીના માતા સાથે મુલાકાત કરી હતી. સમગ્ર મામલે પાટીદાર આગેવાનોએ રબારી સમાજ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. દીકરી સાથે સ્પષ્ટ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. પાટીદાર યુવતી 18 વર્ષની છે જ્યારે રબારી યુવક 32 વર્ષનો હોવાનો ખૂલાસો થયો છે.
દિનેશ બાંભણિયાનો આક્ષેપ છે કે દીકરી પર દબાણ લાવીને લગ્ન કરાવ્યા છે. દીકરી પરત માગી તો રબારી સમાજના નિયમ મુજબ ₹25 લાખ આપવા પડશે. એવી યુવકના માતાપિતા દ્વારા માગ કરાઈ છે. જો માગ ન સ્વીકારવામાં આવે તો દીકરીનો અંશ પણ નહીં મળે તેવી ધમકી આપવામાં આવી છે. ત્યારે પાટીદાર અગ્રણીઓ દ્વારા દીકરીની હત્યા કરી દેવાઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આપને જણાવીએ દઈએ આ યુવતી ઘરેથી કોલેજ જવાનું કહીને 7 માર્ચે ઘરેથી નીકળી હતી. જે બાદ પરત ફરી જ નથી અને બે દિવસ બાદ 9 માર્ચે લગ્નનું સર્ટિફિકેટ મોકલીને જણાવ્યુ હતુ કે તેણે પિયુષ રબારી સાથે લગ્ન કરી લીધા છે. પરિવારે કઠલાલ પોલીસમાં યુવતીના ગુમ થયાની ફરિયાદ નોંધાવાઈ હતી. ત્રણ-ચાર દિવસે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે યુવતીએ મહેમદાવાદના કાચ્છાઈ ગામના પિયુષ રબારી સાથે પ્રેમલગ્ન કરી લીધાં છે. દીકરીએ પરિવારની સંમતિ વગર પ્રેમલગ્ન કર્યાનો માતાનો આક્ષેપ છે.
સમગ્ર મામલે 14 માર્ચથી પાટીદાર સંગઠનો દીકરીને પરત લાવવા પ્રયાસ કરી રહ્યા છે. રબારી આગેવાનોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ 15 દિવસમાં એકપણ વાર દીકરીને બતાવવામાં આવતી નથી. આ દરમિયાન જે રણછોડ ભુવાજી દીકરીને પરત સોંપવાની બાંહેધરી આપી હતી. તેમની પણ કોઈ ભાળ હાલ મળી નથી. આ તરફ તેમના ભાઈએ દીકરીને માતાને ભયાવહ ધમકી આપી હોવાનો પણ આક્ષેપ માતા દ્વારા કરવામાં આવ્યો છે. જેમા કહેવામાં આવ્યુ હતુ કે 25 લાખ આપો નહીં તો દીકરીને કાયમ માટે ભૂલી જજો.
આ તરફ પાટીદાર દીકરીના માતાનું એક જ રટણ છે કે તેમને દીકરી પરત જોઈએ છે. વધુ ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યું છે કે દીકરી જ્યારે ઘરેથી ગઈ હતી ત્યારે તેની પાસે 17 તોલા સોનું તેમજ ₹2.80 લાખની રોકડ હતી. તો જે રીતે છૂટુ કરવા 25 લાખની માગણી કરાઈ છે. તે જોતા સમગ્ર ખેલ રૂપિયાનો હોવાનો પણ પાટીદાર સંગઠનોએ આરોપ લગાવ્યો છે.
પાટીદાર સંગઠનોનો આરોપ છે કે કઠલાલ અને ખેડા પોલીસને વારંવાર રજૂઆત છતાં કોઈ પગલા નથી લેવાઈ રહ્યા. મોડાસા પોલીસમાં નોકરી કરનાર 3 પોલીસ અધિકારીની પણ આમા સંડોવણીના આક્ષેપ ઉઠી રહ્યા છે. ત્યારે પાટીદાર નેતા દ્વારા આ પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ તરફ પાટીદાર અગ્રણી વરૂણ પટેલે રણછોડ ભુવાજી અને તેના ભાઈ વિરુદ્ધ ખંડણી અને લૂંટની ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે. વરુણ પટેલે કહ્યુ કે અમને સહયોગ ન આપનારા ત્રણ પોલીસકર્મી સામે પણ પગલા લેવામાં આવે. હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવે. દીકરીને કંઈપણ થયુ કે પરત ન મી તો છોડવામાં નહીં આવે. દીકરીને ભગાડનાર તેમજ તપાસમાં સહયોગ ન કરનારા પોલીસ કર્મીઓ નોકરી વગરના થઈ જશે.
Input Credit- Sachin Patil- Ahmedabad
Published On - 8:14 pm, Sun, 22 March 26