Kheda : ઉંઢેલા ગામમાં પથ્થરમારાની ઘટના અંગે હર્ષ સંઘવીના પ્રહાર, પથ્થર મારનારાનો કોઈ ધર્મ નથી હોતો

|

Oct 07, 2022 | 5:34 PM

Kheda: ઉંઢેલા ગામમાં ગરબા દરમિયાન થયેલા પથ્થરમારા અંગે હર્ષ સંઘવીએ જણાવ્યુ કે પથ્થરમાર મારનારાનો કોઈ ધર્મ હોતો નથી. ગરબા રમતા હિંદુ નાગરિકો પર  હુમલો કરવામાં આવ્યો હતો. તેમના પણ માનવ અધિકારો હતા. 

નવરાત્રીમાં ગરબા દરમિયાન થયેલ પથ્થરમારા (Stone Pelting) ને લઈને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) એ કડક સંદેશ આપ્યો છે. ખેડા (Kheda)ના ઊંઢેલા ગામમાં હુમલાને લઈ હર્ષ સંઘવીએ હ્યુમન રાઈટ્સ સામે સવાલ કર્યા અને કહ્યુ કે શું માત્ર પથ્થરમારો કરનારા લોકોના જ માનવ અધિકારો (Human Rights) હોય છે. જે નાના બાળકો અને મહિલાઓને માથા પર પથ્થર વાગ્યા એમના શું કોઈ માનવ અધિકાર ન હતા. સાથે જ પથ્થરમારો કરનાર લોકોનો કોઈ ધર્મ હોતો નથી.  તેમ પણ હર્ષ સંઘવીએ જણાવ્યુ. ઊંઢેલા ગામમાં પથ્થરમારો કરનારા તત્વોને પકડીને જાહેરમાં થાંભલા સાથે બાંધી ફટકાવાળી કરવા મુદ્દે  માનવ અધિકાર સાથે જોડાયેલી એક NGOએ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યુ કે માનવ અધિકાર જોડાયેલી કેટલીક સંસ્થાઓ સક્રિય  થઈ છે, તે ખોટી બાબત ચલાવી નહીં લેવાય.  એ લોકોને જવાબ આપવાનો સમય આવી ગયો છે. સાથે જ સંઘવીએ દાવો કર્યો કે આવનારા દિવસોમાં પણ નવરાત્રી દરમિયાન પુરી રાત ગરબા રમી શકશો.

આપને જણાવી દઈએ કે પથ્થરમારો કરનારા તત્વોની જાહેરમાં ફટકાવાળી કરવા મુદ્દે  મુખ્ય સચિવ અને DGPને NGOએ લીગલ નોટિસ મોકલી  છે. જેમા થાંભલા સાથે બાંધી ફટકાવાળી કરનારા પોલીસકર્મીઓ સામે પગલા લેવાની માગ કરાઈ છે. આ મામલે લીગલ નોટિસ મોકલી જવાબ માગવામાં આવ્યો છે.  ગૃહરાજ્યમંત્રીએ માનવ અધિકારના મુદ્દે NGOની કામગીરી સામે સવાલ ઉઠાવ્યો છે. સંઘવીએ જે લોકો પર પથ્થરમારો કરાયો તે બાળકો અને મહિલાઓના માનવ અધિકારોનું શું તેમ કહીને સવાલ ઉઠાવ્યા છે.

Published On - 5:30 pm, Fri, 7 October 22

Next Video