Kheda : ડાકોર મંદિરમાં મંગળા આરતી દરમિયાન થઇ મારામારી, જુઓ Video
ખેડા જિલ્લામાં આવેલા યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં રોજ શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહેતી હોય છે. વહેલી સવારથી જ ભક્તો ડાકોરના ઠાકોરના દર્શન માટે ઉમટી પડતા હોય છે. જો કે ઘણી વાર ભકતોની ભારે ભીડ થઇ જતી હોય છે. આજે વહેલી સવારે મંગળા આરતી દરમિયાન ભારે ભીડના કારણે શ્રદ્ઘાળુઓ વચ્ચે મારામારી થવાની ઘટના બની હતી.

આ પણ વાંચો- Bhavanagar Video : પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્ય સોલંકીની ગાડી પર થયો પથ્થરમારો, એક આરોપીની ધરપકડ
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં આજે વહેલી સવારે મારામારી થવાની ઘટના બની છે. વહેલી સવારે મંગળા આરતી દર્શન સમયે શ્રદ્ધાળુઓ વચ્ચે જ મંદિરના ઘુમટ નીચે જ મારામારી થવાની ઘટના બની હતી. દર્શન કરવાની જગ્યા બાબતમાં ભક્તોના ટોળા વચ્ચે મારામારી થઇ હતી. મારામારીના દ્રશ્યો થયા કેમેરામાં કેદ થયા છે. સમગ્ર બાબત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.