ખેડા સમાચાર : નડિયાદના યુવક સાથે વિદેશી ગોરીએ હિન્દૂ વિધિથી કર્યા લગ્ન, જુઓ વીડિયો

ખેડા સમાચાર : નડિયાદના યુવક સાથે વિદેશી ગોરીએ હિન્દૂ વિધિથી કર્યા લગ્ન, જુઓ વીડિયો

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Dec 27, 2023 | 11:51 AM

નડિયાદમાં વિદેશી મહિલા સાથે નડિયાદના યુવકના લગ્ન થયા છે.2020ના કોરોનાના સમયમાં કે જ્યારે દુનિયા પર બીમારીનું સંકટ ઘેરાયું હતું ત્યારે નડિયાદના દેશી બોય રાહુની વિદેશી ગોરી સાથે સોશિયલ મીડિયામાં ઓળખાણ થઈ અને પ્રેમ કહાનીએ લીધો આકાર હતો.

નડિયાદના અલીન્દ્રા ગામના રાહુ પટેલે અમેરિકાના લાસ વેગાસની જોવિતા સાથે ભારતીય પરંપરા મુજબ વિવાહ કર્યા છે.નડિયાદના સલૂણ ગામની વાડીમાં યોજાયેલો આ લગ્ન સમારોહ ઘણો અનોખો રહ્યો.જેમાં એક દેશી વરરાજા સાથે સાત સમુદ્ર પાર રહેતી અમેરિકન ગોરી લગ્નના બંધનથી જોડાઈ.વિદેશી દુલ્હન જોવિતાને ભારતીય પરંપરા ખૂબ જ પસંદ આવી છે.

2020માં નડિયાદનો રાહુ પટેલ અને અમેરિકાના લાસ વેગાસની જોવિતા પરિચયમાં આવ્યા બાદ બન્ને વચ્ચેની મિત્રતા વધુ ગાઢ થઈને પ્રણયમાં પરિણમી હતી. 2021માં રાહુ પટેલ જોવિતાને મળવા માટે અમેરિકા પહોંચ્યો હતો.રૂબરૂ મુલાકાત બાદ બન્નેએ કોર્ટમાં નોંધણી કરાવી લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

લગ્નનો નિર્ણય શરૂઆતમાં જોવિતાના પરિવારને મંજૂર ન હતો પરંતુ બાદમાં બન્નેના પ્રેમને જોઈને દીકરીના પરિવારે પણ બન્નેને સ્વિકારી લીધા હતા.જોવિતા USAમાં કૂક તરીકે કામ કરે છે.હિન્દુ લગ્ન વિધિથી લગ્ન કરવાની ઈચ્છા હોવાથી પરિવાર અને સમાજની હાજરીમાં નડિયાદના સલૂણ ગામમાં બન્ને લગ્નગ્રંથી જોડાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">