Junagadh : રાજ્યની વધુ એક પરીક્ષામાં ડમીકાંડ, કેશોદની PVM કોલેજમાંથી ઝડપાયા 4 ડમી વિદ્યાર્થી, જુઓ Video
જૂનાગઢની કેશોદ પીવીએમ સાયન્સ કોલેજમાંથી ડમીકાંડ ઝડપાયું છે. કોલેજની સેકન્ડરી પરીક્ષામાં 4 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા છે. PVM સાયન્સ કોલેજમાં હાલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓેફ ઓપન સ્કૂલિંગની પરીક્ષા ચાલી રહી હતી.
રાજ્યમાં સરકારી પરીક્ષામાં ડમીકાંડને લઇ નીત નવા ખુલાસા થઇ રહ્યાં છે. ત્યારે રાજ્યની વધુ એક પરીક્ષામાં ડમીકાંડ સામે આવ્યું છે. જૂનાગઢની કેશોદ પીવીએમ સાયન્સ કોલેજમાંથી ડમીકાંડ ઝડપાયું છે. કોલેજની સેકન્ડરી પરીક્ષમાં 4 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા છે.
આ પણ વાંચો : Junagadh : જેતપુરથી જૂનાગઢ જઇ રહેલા માતા-પુત્રીને ટ્રક ચાલકે લીધા અડફેટે, પુત્રીનું મોત, માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
PVM સાયન્સ કોલેજમાં હાલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓેફ ઓપન સ્કૂલિંગની પરીક્ષા ચાલી રહી છે. જેમાં 80થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં હતા. સોશિયલ સાયન્સના પેપર દરમિયાન નિરીક્ષકે તપાસ કરતા 80માંથી 4 વિદ્યાર્થીઓ ડમી હતા. જેથી આ ચારેય ડમી વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ડમી કાંડમા તપાસ માટે કરાઈ SITની રચના
આ અગાઉ ભાવનગર ડમીકાંડ કેસમાં પોલીસ વિભાગ તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડમીકાંડની તટસ્થ તપાસ માટે SITની રચના કરાઇ છે. નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘાલની અધ્યક્ષતામાં SITની રચના થઇ છે. જેમાં 2 PI, 8 PSI સહિત પોલીસ સ્ટાફનો સમાવેશ કરાયો છે. તો LCB, SOG અને પેરોલ ફર્લો સ્કવોર્ડનો સ્ટાફ પણ SITની મદદમાં રહેશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…