Navsari : APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેસર કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો, જુઓ Video

|

Apr 23, 2024 | 2:59 PM

બાગાયતી પાકનું નંદનવન ગણાતા નવસારી જીલ્લામાં આ વર્ષે કેરીનું ફ્લાવરિંગ 15 દિવસ મોડું થયુ. જેના કારણે આ વર્ષે બજારમાં કેરી વેચાણમાં થોડી મોડી આવી છે. અલગ અલગ વેરાયટીની 9ટન જેટલી કેરી વેચાણમાં આવી છે.

ઉનાળામાં આકરા તાપ સાથે એક જ આશ્વાસન હોય છે અને તે છે કેરીનો સ્વાદ. તાપમાનનો પારો જેમ જેમ ઉંચો જઇ રહ્યો છે તેમ ધીમે ધીમે બજારમાં હવે કેરી વેચાણ માટે આવી રહી છે. બાગાયતી પાકનું નંદનવન ગણાતા નવસારી જીલ્લામાં આ વર્ષે કેરીનું ફ્લાવરિંગ 15 દિવસ મોડું થયુ. જેના કારણે આ વર્ષે બજારમાં કેરી વેચાણમાં થોડી મોડી આવી છે. અલગ અલગ વેરાયટીની 9ટન જેટલી કેરી વેચાણમાં આવી છે.

કેસર કેરીથી નવસારી APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ થયા છે.જેનો પ્રતિ મણ 1હજાર 320થી 2હજાર 405 જેટલો ભાવ બોલાયો છે.આ સિવાય નવસારી જિલ્લાની પ્રસિદ્ધ હાફૂસ અને દેશી કેરી પણ વેચાણમાં આવી છે.

હાફૂસનો પ્રતિમણ ભાવ 1હજાર 970 જ્યારે દેશી કેરીનો બારસો રૂપિયા ભાવ બોલાયો હતો. જો કે આ વર્ષે વાતાવરણમાં બદલાવને કારણે કેરીનો ઉતારો 50ટકાથી પણ ઓછો આવે તેવી સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video