ડાંગની કરજંડા પ્રાથમિક શાળામાં થાય છે 100 ટકા નામાંકન, છેલ્લા 10 વર્ષથી ગુણોત્સવમાં પણ પ્રથમ અને ડ્રોપ આઉટ રેશિયો છે ઝીરો ટકા
Dang: ડાંગની કરજંડા પ્રાથમિક શાળા છેલ્લા 10 વર્ષથી ગુણોત્સવમાં પ્રથમ ક્રમાંક મેળવી રહી છે. આ શાળામાં દર વર્ષે 100 ટકા નામાંકન થાય છે અને ડ્રોપ આઉટ રેશિયો જીરો ટકા છે. વાંચો ડાંગની આ પ્રેરણારૂપ શાળા વિશે.
ઉત્તમ શિક્ષકો મળે તો શિક્ષણ ક્ષેત્રે ચમત્કાર સર્જાઈ શકે. ડાંગની કરજંડા પ્રાથમિક શાળાના શિક્ષકો તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે. આ શાળા છેલ્લા 10 વર્ષથી ગુણોત્સવમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી રહી છે. એટલુ જ નહીં શાળાનો ડ્રોપ આઉટ રેશિયો પણ શૂન્ય છે અને અહીનાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને એવુ રસપ્રદ ભણાવે છે કે બાળકોને શાળાએ આવવાનું મન થાય છે. આ મજાની પ્રથમિક શાળામાં બાળકોને મજા પડે એવુ શિક્ષણ અપાય છે. આથી જ અહીં બાળકોની 100 ટકા હાજરી છે. શાળાના શિક્ષકોની મહેનત અને નિષ્ઠાને કારણે શાળાનું 100 ટકા નામાંકન થયુ છે અને ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય છે.
શાળામાં ઝીરો ટકા ડ્રોપ આઉટ, 100 ટકા હાજરી
આ શાળાએ અનેક સિદ્ધિ મેળવી છે. જેમા વાર્તા સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા કે અન્ય કોઈપણ સરકારની સ્પર્ધા હહોય તેમાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભાગ લે છે અને પોતાની પારંગતતા સાબિત કરે છે. ખેલ મહાકુંભમાં પણ બાળકો નામ રોશન કરે છે. છેલ્લા 10 વર્ષથી ગુણોત્સવમાં આ શાળા જિલ્લામાં અવ્વલ છે. અહીં માળખાગત સુવિધાઓ તો છે જ પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ એ તેનો પ્રાણ છે. જેથી અહીંના મોટાભાગના વાલીઓ સ્થળાંતર કરતા હોવાછતા બાળકોનું શિક્ષણ નિરંતર ચાલુ રહે છે.
આ પણ વાંચો : Dang : સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ 2023ની શરૂઆત, પ્રવાસન મંત્રી મુળુ બેરાએ કરાવ્યો પ્રારંભ, જૂઓ Video
સિઝનલના ચાર પાંચ મહિના દરમિયાન થતુ ડ્રોપ આઉટ પણ અટક્યુ
અહીંના શિક્ષક જણાવે છે કે આખુ ગામ સિઝનલ ચાર પાંચ મહિના માટે સ્થળાંતર થાય છે. આથી બાળકો ધોરણ 4 પછી ભણી શક્તા ન હતા જો કે આ શાળાના આચાર્ય અને તેમના સ્ટાફના પ્રયાસોથી વાલીઓને સમજાવીને તમામ બાળક પ્રાથમિક શિક્ષણ પુરુ કરે છે અને માધ્યમિક શિક્ષણ ઉપલા લેવલ સુધી જાય તેની તકેદારી રાખે છે. કરજંડાના શિક્ષકોએ સાબિત કરી બતાવ્યુ છે કે શિક્ષક નિષ્ઠાવાન હોય તો બાળકો હોંશે હોંશે શાળાએ આવે છે.
ડાંગ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો