Gujarati video : અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન થતા કાંકરિયા ઝૂના પ્રાણીઓ પણ પરેશાન, પ્રાણીઓને ઠંડક આપવા અનેક પ્રયાસ

| Edited By: | Updated on: May 11, 2023 | 1:45 PM

માણસોની સાથે કાંકરિયા ઝૂના પ્રાણીઓ પણ પરેશાન થઈ ગયા છે. કાંકરિયા ઝૂના સત્તાવાળા અને સ્ટાફ દ્વારા ગરમીમાં પ્રાણીઓને ઠંડક આપવાના અનેકવિધ પ્રયાસ કરાયા છે.

ગુજરાતમાં સૂર્ય દેવતા જાણે અગનગોળા વરસાવી રહ્યા છે. 44 ડિગ્રી તાપમાનમાં અમદાવાદ (Ahmedabad) ખૂબ જ તપી ગયું છે. લાલચોળ ગરમીના પગલે અમદાવાદમાં લોકો તોબા પોકારી ઉઠ્યા છે. માણસોની સાથે કાંકરિયા ઝૂના પ્રાણીઓ પણ પરેશાન થઈ ગયા છે. કાંકરિયા ઝૂના સત્તાવાળા અને સ્ટાફ દ્વારા ગરમીમાં પ્રાણીઓને ઠંડક આપવાના અનેકવિધ પ્રયાસ કરાયા છે. જેમાં ક્યાંક ગ્રીન નેટ લગાવી છાંયડો આવે તેવી વ્યવસ્થા કરાઈ છે. તો અનેક સ્થળે કુલર ગોઠવીને પ્રાણીઓને ઠંડો પવન આપવામાં આવી રહ્યો છે. કેટલાક પ્રાણીઓ પર સતત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. લાલચોળ ગરમીથી પ્રાણીઓને બચાવવા માટે કાંકરિયા ઝૂનો સ્ટાફ સતત માવજત કરી રહ્યો છે.

આ પણ વાંચો- Gujarati Video : સ્પાઈસ જેટ દ્વારા અમદાવાદ ગોવાની ફ્લાઈટ બંધ કરાતા મુસાફરો અટવાયા

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…