Gujarati Video : રાજકોટના સાંઢીયા પુલની ડિઝાઈનને રેલવેએ આપી મંજૂરી, 60 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ

Gujarati Video : રાજકોટના સાંઢીયા પુલની ડિઝાઈનને રેલવેએ આપી મંજૂરી, 60 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 12:38 PM

જામનગર રોડના સાંઢીયા પુલનું કાગળ પરનું આયુષ્ય પૂર્ણ થઇ જતા રેલવેએ ભારે વાહન વ્યવહાર માટે પુલ સલામત ન હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જેને પગલે આ પુલ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે.

રાજકોટમાં ( Rajkot )સાંઢીયા પુલની ડિઝાઈનને આખરે રેલવેની મંજૂરી મળી ગઈ છે. જામનગર રોડના સાંઢીયા પુલનું કાગળ પરનું આયુષ્ય પૂર્ણ થઇ જતા રેલવેએ ભારે વાહન વ્યવહાર માટે પુલ સલામત ન હોવાનો રિપોર્ટ આપ્યો હતો. જેને પગલે આ પુલ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkot : બેડી માર્કેટમાં જીરું અને વરિયાળીના રેકોર્ડબ્રેક ભાવ બોલાયા, 1830 ક્વિન્ટલ જીરૂની આવક થઈ, જુઓ Watch Video

હવે સાંઢીયા પુલની ડિઝાઇનને રેલવે તંત્રએ મંજૂરી આપતા 60 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવાશે. જેમાં 54 કરોડ કોર્પોરેશન દ્વારા ખર્ચ કરવામાં આવશે. અને 6 કરોડની કોર્પોરેશન દ્વારા રેલવે પાસે માગ કરવામાં આવી છે. રાજકોટ કોર્પોરેશને નવા બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા હાથ ધરી છે. મહત્વનું છે કે સાંઢીયા પુલ વર્ષ 1978માં બનાવવામાં આવ્યો હતો. તેના પરથી દરરોજ હજારો વાહનચાલકો પસાર થાય છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">