Monsoon 2022 : જૂનાગઢનો સૌથી મોટો હસનાપુર ડેમ ઓવરફ્લો, કાળવા નદીમાં આવ્યું ઘોડાપૂર, ગિરનાર પર સર્જાયો અદભુત નજારો, જુઓ Video

જૂનાગઢ (Junagadh) શહેરમાં પણ ધોધમાર વરસાદ છે. જુનાગઢમાં સવારે બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ (Rain) પડી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 12:50 PM

ગુજરાતમાં (Gujarat) સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો સીઝનનો 93.3 ટકા વરસાદ (Rain) વરસી ચુક્યો છે. સૌથી વધુ કચ્છમાં 143.22 ટકા વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢ (Junagadh) શહેરમાં પણ ધોધમાર વરસાદ છે. જુનાગઢમાં સવારે બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. સીઝનમાં બીજી વખત કાળવા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. નદીમાં ઘોડાપૂર આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

હસનાપુર ડેમ ઓવરફ્લો

છેલ્લા બે દિવસથી ગિરનાર જંગલમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ બાદ જૂનાગઢનો સૌથી મોટો હસનાપુર ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદ બાદ જંગલની વચ્ચે આવેલો આ ડેમ ભરાઇ ગયો છે. હસનાપુર ડેમ જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડે છે. ત્યારે ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગલીયાવાડ, સાબલપુર, સરગવાળા, બામણગામ અને દેરવાણ ગામમાં એલર્ટ અપાયુ છે.

ગિરનારના પગથિયા પરથી પાણી વહ્યા

જૂનાગઢમાં ગિરનાર પર્વત અને દાતાર ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો છે. વાદળોથી ઘેરાયો ગીરનાર અને દાતાર ડુંગર પર વરસાદના પગલે રમણીય વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ગિરનાર ઉપર બે ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો છે. જેના પગલે ગિરનારના પગથિયા પરથી પાણી વહી રહ્યા છે. જેનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.

Follow Us:
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">