Ahmedabad: કાલુપુર સ્વામિનારાયણ મંદિરને 200 વર્ષ પૂર્ણ, અડાલજમાં 27 ફ્રેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ ઉજવણી થશે

| Edited By: | Updated on: Feb 25, 2022 | 6:48 AM

7 દિવસના કાર્યક્રમ માં 15 હજારથી વધુ વિદેશથી હરિભક્તો સાથે 30 લાખથી વધુ લોકો દર્શન લાભ લેશે. જેમના માટે ભોજનથી લઈ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન થાય તેવી પણ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ (Ahmedabad)ના કાલુપુર (Kalupur)સ્થિત સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple)ને 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. જેના ઉપલક્ષમાં અડાલજમાં 27 ફ્રેબ્રુઆરીથી 5 માર્ચ સુધી વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 7 દિવસના કાર્યક્રમમાં 15 હજારથી વધુ વિદેશથી હરિભક્તો સાથે 30 લાખથી વધુ ભક્તો દર્શનનો લાભ લેશે. જેમના માટે ભોજનથી લઈ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

અમદાવાદના કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાની ગાઈડલાઈન સાથે મંદિરના 200 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવશે. કોરોનાકાળમાં એક સાથે ભક્તો એકત્ર ન થાય તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ આયોજનની વાત કરીએ તો 200 બાય 200 ફૂટની યજ્ઞશાળા બનાવવામાં આવી છે. આ ઉપરાંત 10 વિધા જમીનમાં 50 હજાર કિલો વાંસના ઉપયોગથી વિશેષ યજ્ઞશાળા બનાવાઈ છે. જે 200 કુંડી મહામારી શમન યજ્ઞ કુંડમાં 625 દંપતીઓ વિષ્ણુયાગનો લાભ લેશે. સાથે જ કાલુપુર મંદિરનો પ્રવેશદ્વારની પ્રતિકૃતિ 100 ફૂટનો મુખ્ય પ્રવેશદ્વાર બનાવ્યો છે.

અડાલજમાં અલગ-અલગ ડોમ બનાવવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના ઐતિહાસિક સ્થાનોને VR ટેકનોલોજીથી બતાવવામાં આવશે. એક જ હોલમાં બેસી એક સાથે 700 લોકો આ વીડિયો નિહાળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 125 વિધાના પરિસરમાં 60 વિધા જમીનનો ગ્રીન પ્લાન્ટ બનાવ્યો છે. એક અદભુત પ્રાકૃતિક સૌંર્દય ઊભુ કરવામાં આવ્યુ છે.

અન્ય એક ડોમમાં ઓર્ગેનિક ખેતીની પ્રોડક્ટ્સ રાખવામાં આવશે. કાલુપુર મંદિરના 200 વર્ષની ઉજવણીમાં 1 માર્ચે આધુનિક ટેકનોલોજીથી 10 હજાર ડ્રોનથી ભગવાન સ્વામિનારાયણ અને ભારતના નક્શાનું ફોર્મેશન બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે. જે ડ્રોન શો ગુજરાતમાં પહેલીવાર યોજાશે. આ કાર્યક્રમમાં ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

7 દિવસના કાર્યક્રમ માં 15 હજારથી વધુ વિદેશથી હરિભક્તો સાથે 30 લાખથી વધુ લોકો દર્શન લાભ લેશે. જેમના માટે ભોજનથી લઈ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન થાય તેવી પણ વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો-

Gujarat માં જીએસટી સ્કેમના સૂત્રધાર નિલેશ પટેલનું કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન કરાશે, કોર્ટે મંજૂરી આપી

આ પણ વાંચો-

Gujarat માં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની તડામાર તૈયારીઓ, શુક્રવારથી દ્વારકામાં ચિંતન શિબિર, રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતા