કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં જૂન માસથી જ વરસાદે જબરદસ્ત બેટિંગ કરી છે અને સિઝનનો કુલ વરસાદ હવે સો ટકાની પાર થવાની આસપાસ છે. આ દરમિયાન કચ્છ જિલ્લાની મોટા ભાગની નદીઓ જીવંત બની છે. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલ કડિયા ઘ્રો (Kadiya Dhro) સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ભારે વરસાદને લઈ કડિયા ધ્રો ભારે વરસાદને લઈ ખીલી ઉઠ્યો છે. વરસાદને લઈ કડિયા ધ્રોમાં ઝરણાં વહેવા લાગ્યા છે અને તે ખૂબ જ સુંદર જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓનુ મન મોહી લેતો સુંદર નજારો જોવા મળી રહ્યો છે.
કડિયા ધ્રો તેના સુંદર દેખાવને લઈ દેશ અને વિદેશમાં પ્રસિદ્ધ બન્યો છે. ભોએડ નદી અને આસપાસની અન્ય નદીઓ મળીને વિશાળ જળાશય જેવો દેખાવ રચે છે. અહીં પત્થરોની કોતરોમાંથી પાણી વહેતુ જોઈને સુંદર નજારો ચોમાસામાં જોવા મળતો હોય છે. પથ્થરની કોતરો અને તેના કુદરતી રંગ અને દેખાવને લઈ પ્રવાસીઓ માટે એક સુંદર સ્થળ છે. આ સ્થળ વિશ્વની ફરવા લાયક સ્થળોમાં એક વાર અમેરિકામાં ચમક્યુ હતુ. એક ટ્રાવેલ ફોટોગ્રાફરે તેની તસ્વીરોને લઈ તેની ઓળખને દેશ વિદેશમાં રજૂ કરી હતી. ચોમાસામાં હાલ સ્થળનો નજારો જબરદસ્ત જોવા મળી રહ્યો છે.
Magical Ariel Visuals of Kadiya Dhrow site of Kutch after first rain! #MagicalKutch
कच्छ नहीं देखा तो कुछ नहीं देखा#GloriousGujarat
(Video – Dax Pandhi ) pic.twitter.com/liQhtrJDuu
— Gujarat Information (@InfoGujarat) July 10, 2022
Published On - 10:40 pm, Sat, 8 July 23