કચ્છના પ્રસિદ્ધ કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિએ ધોકાની પરંપરાને ન માનવા લોકોને કરી અપીલ, કહ્યુ આ ખોટી માન્યતા

કચ્છના પ્રસિદ્ધ કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિએ ધોકાની પરંપરાને ન માનવા લોકોને કરી અપીલ, કહ્યુ આ ખોટી માન્યતા

| Edited By: | Updated on: Nov 07, 2026 | 11:40 PM

કચ્છના કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિ મહારાજે લોકોને ધોકાની માન્યતા ન રાખવા અપીલ કરી છે. તેમણે પંચાંગ અમે ઋષિઓના વચન મુજબ તહેવારો ઉજવવા અપીલ કરી છે.

કચ્છના કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિ મહારાજે દિવાળીના તહેવારને લઈને મહત્વની અપીલ કરી છે. તેમણે ધોકાના દિવસોની માન્યતા ન રાખવા અને આવી ખોટી માન્યતાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરી છે. મહારાજે જણાવ્યું કે ધોકાના દિવસોની માન્યતા સનાતન ધર્મમાં ભાગલા પાડવાનું કામ કરે છે. સનાતન ધર્મમાં આવી માન્યતાઓને કોઈ સ્થાન ન હોવું જોઈએ. તેમણે પંચાંગ અને ઋષિમુનિઓનાં વચનો અનુસાર તહેવારોની ઉજવણી કરવા તેમજ એક જ દિવસે બે તહેવાર આવતા હોય તો બંને તહેવારો સાથે ઉજવવાની અપીલ કરી છે.

તેમણે દિવાળી પછી તુરંત બેસતુ વર્ષ ઉજવવા અપીલ કરી છે. તેમણે કહ્યુ ધોકાને માનવો ન જોઈએ અને તિથિ પ્રમાણે તુરંત તહેવારોની ઉજવણી કરવી જોઈએ. આ સાથે તેમણે દિવાળી પછી તુરંત સોમવારે નવુ વર્ષ ઉજવવા લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યુ આ ધોકાની માન્યતા છેલ્લા 35 વર્ષથી ઘર કરી ગઈ છે. તેને કાઢી નાખવી જોઈએ. આવી કોઈ પરંપરા સનાતનમાં છે જ નહીં. તેમણે કહ્યુ હું કોઈ ધોકાને માનતો નથી. કારણ કે દિવસ એક જ હોય, તેમા ખાલી ને ભરેલા જેવુ કંઈ ન હોય.

Input Credit- Nitin Garava- Kutchh

સનાતન સંસ્કૃતિમાં ધનતેરસના તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ અને તેની સાથે જોડાયેલી અમર કથાઓ વિશે જાણો

 

Follow Us
Loading...
Unable to load recommendations.