Gujarati Video: ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કર્યું બંદોબસ્તનું નિરીક્ષણ, શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનો પ્રારંભ

Gujarati Video: ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કર્યું બંદોબસ્તનું નિરીક્ષણ, શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનો પ્રારંભ

| Edited By: | Updated on: Apr 09, 2023 | 1:22 PM

રાજ્યના 32 જિલ્લાના 3 હજાર કેન્દ્રો ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે 9 લાખ વિદ્યાર્થીઓ સાથે તંત્રની પણ કસોટી છે કે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. હસમુખ પટેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા સંબંધિત માહિતી અને બંદોબસ્તનું નિરીક્ષણ કરતા નજરે પડ્યા હતા.

પરીક્ષામાં જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર શરૂ થઇ ગયું છે. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય અને ઉમેદવારોને જરાય મુશ્કેલી ન પડે તે માટે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ એક્શનમાં જોવા મળ્યા હતા. હસમુખ પટેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા સંબંધીત માહિતી અને બંદોબસ્તનું નિરીક્ષણ કરતા નજરે પડ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પરીક્ષાઓ શરૂ થઇ ગઇ છે,

રાજ્યના 32 જિલ્લાના 3 હજાર કેન્દ્રો ખાતે જુનિયર ક્લાર્કની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે 9 લાખ વિદ્યાર્થીઓ સાથે તંત્રની પણ કસોટી છે કે આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય.

 

આ પણ વાંચો: Gujarati Video : જુનિયર કલાર્કના પરીક્ષાર્થીઓની મદદે આવ્યા રીક્ષા ચાલકો, કર્યો મહત્વનો નિર્ણય, જુઓ Video

ભાવનગરમાં 5 લોકોની  અટકાયત

રાજ્યમાં આજે જુનિયર કલાર્કની પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે ભાવનગરના તળાજામાં પોલીસે 5 લોકોની અટકાયત કરી છે. આ 5 લોકોના નામ ડમી ઉમેદવાર કાંડમાં સામે આવ્યા હતા. આથી યુવરાજ સિંહે આપેલા નામોની માહિતી પ્રમાણે તળાજા તાલુકાના ગામોમાંથી પોલીસે તે લોકોની અટકાયત કરી હતી.

 ડાંગમાં  પોલીસ આવી પરીક્ષાર્થીની મદદે

જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા આજે યોજાઈ અને ડાંગ પોલીસ પરીક્ષાર્થીઓની વ્હારે આવી હતી. કોઈને કોઈ કારણોસર પરીક્ષા સ્થળે ન પહોંચી શકતા પરીક્ષાર્થીઓની પોલીસે મદદ કરી હતી. ડાંગ પહોંચેલી વલસાડની પરીક્ષાર્થી અટવાઈ પડતા પોલીસે તેની મદદ કરી હતી. એક જ નામની સ્કૂલને કારણે આ પરિક્ષાર્થી અટવાઈ પડી હતી. અન્ય કેટલાક ઉમેદવારોને પણ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં પોલીસે વાહનની વ્યવસ્થા કરી હતી.

બનાસકાંઠામાં રીક્ષા ચાલકો  આવ્યા પરીક્ષાર્થીઓની મદદે

સમગ્ર રાજ્યમાં જુનિયર કલાર્ક પરીક્ષા લેવાઈ રહ્યા છે અને પરીક્ષાર્થીઓ દૂર દૂરથી જુદા જુદા પરીક્ષા સેન્ટરો ઉપર પહોંચ્યા હતા. ત્યારે બનાસકાંઠાના ધાનેરાના રીક્ષા ચાલકોએ પરીક્ષાર્થીઓની મદદ કરવા માટે ખૂબ ઉત્તમ નિર્ણય કરોય હતો. રીક્ષા ચાલકોએ નક્કી કર્યું હતું કે તેઓ પરીક્ષાર્થીઓને નિ:શુલ્ક પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચાડશે અને તે પ્રમાણે રીક્ષા ચાલકોએ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ઉપર પહોચાડ્યા હતા.

પરીક્ષાર્થીઓ પાસેથી નહીં વસૂલે એકસ્ટ્રા ચાર્જ

રીક્ષા એસોસિયેશન પરીક્ષાર્થીઓની મદદે આવ્યું હતું અને જણાવ્યું હતું કે પરીક્ષાર્થી તેમની રિસીપ્ટ બતાવીને રીક્ષામાં બેસે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પરીક્ષાર્થી પાસેથી કોઈ એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવશે નહીં. રીક્ષા ચાલક એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું કે  પોલીસ સાથે બેઠક થયા  બાદ આ પરીક્ષાર્થીઓ અંગે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…