Junagadh : વિસાવદરના સરસઈ ગામના સરપંચ અને ઉપસરપંચ બળાત્કારના આરોપમાં સસ્પેન્ડ, જુઓ Video

| Edited By: | Updated on: Apr 18, 2023 | 4:18 PM

જૂનાગઢના વિસાવદર તાલુકાના સરસઈ ગામની એક મહિલાએ ગામના સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોધાવી. એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું.

હોદાનો પાવર બતાવી દુષ્કર્મ આચારનાર કેટલાય નરાધમો જેલની પાછળ ધકેલાયા છે. ત્યારે જુનાગઢના વિસાવદર ખાતે પણ આવી જ ઘટના બની છે. જૂનાગઢના વિસાવદર તાલુકાના સરસઈ ગામની એક મહિલાએ ગામના સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોધાવી હતી. મહિલાને એકલી જોઈ સરપંચ અને ઉપસરપંચે પોતાના હોદાનો રોફ બતાવી આ કૃત્ય કર્યું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

મહિલાની આ ફરિયાદ બાદ પોલીસે સરપંચ ચેતન દુધાતની ધરપકડ કરી લીધી છે. જ્યારે ઉપસરપંચ જયદીપ લાખાણી પોલીસ પકડથી દૂર છે. ભોગ બનનાર 45 વર્ષીય મહિલા ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. જે તેના પતિ અને સંતાન સાથે રહે છે.

આ પણ વાંચો : જૂનાગઢમાં રખડતા ઢોરે લીધો વધુ એક માસુમનો જીવ, જુઓ Video

મહિલાએ નોંધાવેલી ફરિયાદને આધારે તેની એકલતાનો લાભ લઈ સરપંચ અને ઉપસરપંચ તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેની સાથે અશ્લીલ હરકતો કરી દુષ્કર્મની માગણી કરી હતી. અને જો મહિલા આવું નહીં કરે તો તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ બંને આરોપીએ મહિલાની બિભત્સ તસવીરો મોબાઈલમાં કેદ કરી વાંરવાર બ્લેકમેઇલ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 18, 2023 04:17 PM