Gujarati Video : જૂનાગઢમાં રખડતા ઢોરે લીધો વધુ એક માસુમનો જીવ, જુઓ Video
જૂનાગઢમાં (Junagadh) કાથરોટામાં એક બાળક ખાટલામાં બેઠો હતો. તે જ સમયે કેટલીક ગાયો ભડકી હતી અને ભાગવા લાગી હતી. આ દરમિયાન ગાયોએ ખાટલામાં બેઠેલા બાળકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં બાળકને પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
ગુજરાતમાં રખડતા ઢોરે વધુ એક વ્યક્તિનો જીવ લીધો છે. જૂનાગઢમાં કાથરોટામાં ગાયે એક બાળકનો જીવ લઇ લીધો છે. મળતી માહિતી અનુસાર, ગાયો ભડકી હતી અને દોટ મુકી હતી. જેના કારણે આ ગાયે ખાટલામાં બેઠેલા બાળકને અડફેટે લઇ લીધો હતો. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન બાળકનું મોત થયુ છે.જૂનાગઢમાં કાથરોટામાં એક બાળક ખાટલામાં બેઠો હતો. તે જ સમયે કેટલીક ગાયો ભડકી હતી અને ભાગવા લાગી હતી. આ દરમિયાન ગાયોએ ખાટલામાં બેઠેલા બાળકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં બાળકને પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો-Breaking News : ઉનામાં ભડકાઉ ભાષણ આપવાના કેસમાં સિંગર કાજલ હિંદુસ્તાનીના જામીન મંજુર
મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરના કારણે અનેક લોકોના જીવ ગયા છે. તેમ છતાં આ આતંકનો અંત લાવવામાં તંત્ર નિષ્ફળ નિવડ્યું છે અને હુમલા દિવસેને દિવસે વધી રહ્યા છે. જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ રખડતાં ઢોરના નિયંત્રણ માટે જે તે સત્તામંડળને સખત પગલાં લેવા તેમજ જરૂરી નિયમો ઘડવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમજ સત્તામંડળોને રખડતાં ઢોરના ત્રાસથી લોકોને મુક્ત કરવા માટે તાકીદ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
