Junagadh: મહાનગરપાલિકાના વાહનો ખખડધજ હાલતમાં, પાલિકાની સ્ટ્રીટ લાઈટ શાખાની ગાડીને ધક્કા મારી કરાઈ શરૂ- જુઓ Video

| Edited By: | Updated on: Aug 15, 2023 | 12:16 AM

Junagadh: જુનાગઢ મહાનગર પાલિકાના વાહનો એટલીહદે ખખડધજ હાલતમાં છે કે તેને સ્ટ્રીટ ધક્કા મારવાની ફરજ પડી રહી છે. પાલિકાની સ્ટ્રીટ લાઈટ શાખાની ગાડીના પણ કંઈક એવાજ હાલ છે.

Junagadh:ખખડધજ વાહનો માત્ર વલસાડ નહીં જૂનાગઢમાં પણ છે. અહીં પણ મહાનગર પાલિકાના વાહનો ખખડધજ હાલતમાં છે. પાલિકાની સ્ટ્રીટ લાઈટ શાખાની ગાડી રસ્તા વચ્ચે પડી ગઈ બંધ. અને સ્ટ્રીટ લાઇટની ગાડીને ભાજપના બે કોર્પોરેટરોએ ધક્કા મારવાનો વારો આવ્યો. રસ્તા વચ્ચે બંધ પડેલા વાહનને કોર્પોરેટરે ધક્કા મારવાની શરૂઆત કરી હતી. હવે આવા ધક્કાગાડીઓ કેવી રીતે નગરજનોની સુવિધા વધારી શકે ?

આ પણ વાંચો : Gujarati Video: ગેરકાયદે હથિયારો વેચવા મામલે નિવૃત સૈનિક સહિત ત્રણેય આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર

પાલિકાની સ્ટ્રીટ લાઈટ શાખાની ખખડધજ ગાડી રસ્તા વચ્ચે જ બંધ પડી ગઈ હતી. ગાડીમે ભાજપના બે કોર્પોરેટર્સે ધક્કા માર્યા ત્યારે ગાડી ફરી શરૂ થઈ હતી. રસ્તા વચ્ચે બંધ પડેલા વાહનને ધક્કા મારી શરૂ કરવાની ખુદ કોર્પોરેટરને ફરજ પડી હતી. મનપાના વાહનો ખખડધજ હાલતમાં છે પરંતુ મનપા દ્વારા તેની સર્વિસ કરાવવામાં ન આવતી હોય તેવુ પુરવાર થતુ  જોવા મળી રહ્યુ છે.

જૂનાગઢ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો