Rain Report : મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વંથલીમાં 14.5 ઈંચ વરસાદ ખાબક્યો – જુઓ Video

|

Jul 02, 2024 | 9:14 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં સૌથી વધુ 14.5 ઈંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં સૌથી વધુ 14.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વિસાવદરમાં સાડા 13 ઈંચ વરસાદ ખાબક્યો છે.

32 તાલુકામાં 4 ઈંચ વરસાદ

જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. કેશોદમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે બારડોલીમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ ખંભાળિયા અને માણાવદરમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીમાં 8 ઈંચ, કલ્યાણપુર અને જલાલપોરમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગુજરાતના કુલ 32 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ મધ્ય ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર – કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અનેક સ્થાનિક નદીઓ બેકાંઠે વહેતી થશે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં ગાજવીજ સાથે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video