Junagadh: જૂનાગઢની બે દીકરીઓએ વગાડ્યો ડંકો, ઈઝરાયેલની આર્મીમાં બજાવી રહી છે ફરજ

Junagadh: જૂનાગઢની બે દીકરીઓએ વગાડ્યો ડંકો, ઈઝરાયેલની આર્મીમાં બજાવી રહી છે ફરજ

| Edited By: | Updated on: Oct 09, 2023 | 1:58 PM

Junagadh: જુનાગઢની બે દીકરીઓએ પોતાની તાકાતના જોરે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ડંકો વગાડ્યો છે. જુનાગઢની નિશા અને રિયા નામની બંને બહેનો ઈઝરાયેલની આર્મીમાં ફરજ બજાવી રહી છે. જુનાગઢની આ બંને બહેનોનું જુન 2021માં ઈઝરાયેલની આર્મીમાં પોસ્ટિંગ થયુ હતુ.

Junagadh: જૂનાગઢના માણાવદરના નાનકડા એવા ગામની બે દીકરીઓએ દેશનું નામ રોશન કર્યુ છે. આ બંને બહેનો ઈઝરાયેલની આર્મીમાં જુન 2021માં જોડાઈ છે. માણાવદરની વતની આ બંને દીકરીઓ સગી બહેનો છે. નિશા ઈઝરાયેલની આર્મીમાં યુનિટ હેડ છે અને રિયા સાયબર સિક્યોરિટી વિભાગમાં કાર્યરત છે. આ દીકરીઓ જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોઠડી ગામની રહેવાસી છે. તેના પિતા અને કાકા ઇઝરાયેલમાં નોકરી માટે ગયા હતા, જે બાદ તેમનો પરિવાર તેલ અવીવમાં રહેતો હતો. આ વિસ્તારમાં અનેક ગુજરાતી પરિવારો પણ વસવાટ કરે છે.

આ પણ વાંચો: Gujarati Video: જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન, ધર્મની રક્ષા માટે રિવોલ્વર પણ ચલાવી શકીએ, દેશને શાસ્ત્ર અને શસ્ત્ર બન્નેની જરૂર

નિશા મૂળિયાસિયા ઈઝરાયેલની સેનામાં જોડાનારા પ્રથમ ગુજરાતી યુવતી છે. હાલ તે સેનાના ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનિકેશન અને સાયબર સિક્યોરિટી વિભાગમાં ફરજ બજાવે છે. જ્યારે રિયા આર્મી યુનિટ હેડ છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો