Junagadh: કડિયાવાડમાં મકાન ધરાશાયી થયા બાદનું Tv9નું રિયાલિટી ચેક, હજુ પણ અનેક ઈમારતો જર્જરિત હાલતમાં, જુઓ Video
જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં અનેક જર્જરિત મકાનો અને દુકાનો હોવાનું સામે આવ્યું છે. જે મકાન ધરાશાયી થયું તેનાથી પણ વધુ જર્જરિત ઈમારતો ધરાશાયી થયેલા મકાનની પાછળ અનેક જર્જરિત એપાર્ટમેન્ટ છે.
જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. મહત્વનુ છે કે જ્યાં મકાન ધરાશાયી થયું ત્યાં આવા ઘણા બધા જર્જરિત મકાનો અને દુકાનો આવેલી છે. પરંતુ તેને તોડી પાડવાની તંત્ર દ્વારા કોઈ તસ્દી લેવામાં નથી આવતી. જે મકાન જર્જરિત થયું તેનાથી પણ વધારે જર્જરિત હાલતમાં મકાનો અને દુકાનો આવેલી છે.
આ મકાનો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં છે. જો આ ઈમારતો ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થવાની શક્યતા રહેલી છે. તેમ છતાં આ બાબતને હજુ સુધી ગંભીરતાથી નથી લેવાઈ. જેને પગલે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે- નેતાઓ કે અધિકારીઓ ક્યારેય તેમના વિસ્તારમાં ફરકતા નથી. પણ આવી દુર્ઘટના સર્જાય પછી જ તેઓ જાગે છે.
આ પણ વાંચો : બચાવ કામગીરી માટે JCB મોડુ પહોંચતા MLA એ કમિશ્નરનો ઉધડો લઈ નાંખ્યો, ક્લેકટરે કરવી પડી દરમિયાનગીરી! Video
બીજ તરફ જૂનાગઢના કડિયાવાડમાં ઈમારત ધરાશાયી થવાના કેસમાં ટાઉન પ્લાનિંગ ઓફિસરે જવાબદારીમાંથી હાથ ખંખેર્યા છે. 4 લોકોના મોત બાદ પણ જવાબદારી લેવા તંત્ર તૈયાર નથી. ટાઉન પ્લાનિંગ ઓફિસર એચ.એમ. ગામીતે સ્પષ્ટ જણાવ્યું કે દુર્ઘટના માટે તેમની જવાબદારી બનતી નથી. તો બીજીબાજુ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ સ્પષ્ટતા કરી કે આ ઘટનામાં જવાબદારો સામે કડક પગલા લેવાશે. કોર્પોરેશનની બેદરકારીને કારણે જ આ ઘટના બની.