Junagadh: જૂનાગઢમાં પૂરની સ્થિતિ બાદ વરસાદના વિરામના કારણે પૂરના પાણી ઓસરી રહ્યા છે પરંતુ શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. ટીંબાવાડીની સોસાયટીમાં જવાના રસ્તા હજુ પાણી ભરાયેલા છે, ત્યા મનપાની ટીમ પાણીના નીકાલની વ્યવસ્થા માટી પહોંચી હતી. મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં પાણી ભરાયા હતા. મનપા સફાઈ અને અસરગ્રસ્તોને મદદ પહોંચાડી રહી છે.
આ પણ વાંચો : Junagadh Rain: જૂનાગઢના સક્કરબાગ માં પાણી ઓસર્યા, સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયને લઈ સામે આવી સ્થિતિ-Video
જૂનાગઢ અનરાધાર પડેલા વરસાદે મુશ્કેલી સર્જી છે. જ્યારે અનેક વિસ્તારો હજુ પાણીમાં ગરકાવ છે. મોતીબાગ વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાયેલા છે. પાણી ન ઓસરતા 10 કલાકથી વધુ સમયથી દુકાનો પાણીમાં ગરકાવ થયેલી છે. જેના કારણે વેપારીઓમાં તંત્રની કામગીરી સામે રોષ છે. અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પાણી ભરાતા વેપારીઓને ભારે નુકસાની વેઠવી પડી છે. તો પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતા,, સ્વખર્ચે પાણી નિકાલની વ્યવસ્થા કરવા વેપારીઓ મજબૂર થયા છે.
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:00 am, Mon, 24 July 23