જૂનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં, જાણો શું છે સમગ્ર ઘટના, જુઓ Video
જૂનાગઢના તાલુકામાં એક સાથે 35 જેટલા સરપંચોએ રાજીનામાં આપ્યા હોવાની ઘટના બની છે. વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ થયાની ચર્ચા થઈ રહી છે. ત્યારે વિવિધ વિકાસ કામો નહીં થતા હોવાથી સરપંચોના રાજીનામું આપ્યુ છે.
જૂનાગઢ તાલુકામાં એક સાથે 35 જેટલા સરપંચોએ રાજીનામાં આપ્યા હોવાની ઘટના બની છે. વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ થયાની ચર્ચા થઈ રહી છે. ત્યારે વિવિધ વિકાસ કામો નહીં થતા હોવાથી સરપંચોના રાજીનામું આપ્યુ છે. બેઠક બોલાવીને TDO હાજર નહીં રહેતા સરપંચોમાં રોષ જોવા મળ્યો છે.
છેલ્લા ઘણા સમયથી GST સહિતના અનેક મુદ્દે વિવાદ ચાલે છે.સરપંચ યુનિયન જણાવ્યુ છે કે ગૌચરની જમીન ખાલી કરાવવા દબાણ કરાયુ હતુ. આ ઉપરાંત યુનિયને જણાવ્યુ હતુ કે, હદ નિશાન નહીં હોવાથી મુશ્કેલી સર્જાય છે. વહીવટી પ્રક્રિયા મુશ્કેલ બનાવી દેતા વિકાસ કામમાં અટકી રહ્યું છે. તેમજ સરપંચોએ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને રાજીનામાં સોંપ્યા છે. જો કે આ રાજીનામાં અંગે શું નિર્ણય લેવામાં આવશે તેના પર નજર રાખવામાં આવી રહી છે.