JUNAGADH : સિંહોની સુરક્ષા માટે ‘સિમ્બા’ નામનું સોફ્ટવેર તૈયાર કરાયું, ડેટાબેઝમાં રહેલા દરેક સિંહોનો રેકોર્ડ સોફ્ટવેરમાં રખાશે

|

Feb 24, 2022 | 8:57 AM

વન વિભાગ દ્વારા સોફ્ટવેર વિથ ઇન્ટેલીજન્ટ માર્કીંગ બેસ્ડ આઇડેન્ટીફીકેશન ઓફ એશિયાટીક લાયન્સ એટલે સિમ્બાનો ઉપયોગ કરશે. મેક ઈન ઈન્ડીયાના ભાગરૂપે આ સોફ્ટવેર હૈદરાબાદ સ્થિત 'ટેલીઓલેબ્સ' દ્વારા વિકસાવવામાં આવ્યું છે.

JUNAGADH : દેશની શાન અને ગીરનું હિર ગણાતા એવા એશિયાટિક સિંહોનું (Asiatic lions)સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ હવે ટેકનોલોજીની મદદથી વધુ સઘન બનાવાશે. જેના માટે વન વિભાગ દ્વારા (Simba)સિમ્બા નામનું ખાસ પ્રકારનું સોફટવેર (Software) તૈયાર કરાવ્‍યુ છે. વન વિભાગ દ્વારા સોફ્ટવેર વિથ ઇન્ટેલીજન્ટ માર્કીંગ બેસ્ડ આઇડેન્ટીફીકેશન ઓફ એશિયાટીક લાયન્સ એટલે સિમ્બાનો ઉપયોગ કરશે. મેક ઈન ઈન્ડીયાના ભાગરૂપે આ સોફ્ટવેર હૈદરાબાદ સ્થિત ‘ટેલીઓલેબ્સ’ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ સિમ્બા સોફટવેરને સાસણ ગીર (Sasan Gir)ખાતે બનાવવામાં આવેલ ‘ગીર હાઇટેક મોનિટરીંગ યુનિટ’ ખાતે રાખવામાં આવ્યું છે.

સિંહોની સુરક્ષામાં ‘સિમ્બા’

આ સોફ્ટવેર અંગે માહિતી આપતા સાસણગીરના નાયબ વન સંરક્ષક ડો. મોહન રામે કહ્યું, સિંહોની વસ્તી વિષયકને સમજવા અને તેના સંરક્ષણ સાથે વ્યવસ્થાપનના પ્રયત્નોને વિસ્તૃત કરવા માટે ફોટાનો ઉપયોગ કરી કોમ્‍પ્યુટર દ્વારા સિંહોની વ્યક્તિગત ઓળખ મેળવી શકાય તેવું સાધન મદદરૂપ સાબીત થઇ શકે તેમ છે. જેથી રાજય વન વિભાગે એશિયાટીક સિંહોની વસ્તીની ગતિશીલતા, ડિસ્પર્સલ, તેની સામાજીક વ્યવસ્થાની વૈજ્ઞાનિક સમજને વધુ સારી બનાવવા માટે વધુ એક વૈજ્ઞાનિક પગલું ભર્યું છે.

આ પણ વાંચો : Russia Ukraine Conflict : રશિયા- યુક્રેન વિવાદ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કરી યુદ્ધની જાહેરાત

આ પણ વાંચો : LIC IPO : શું શેરબજારની ઉથલ – પાથલ દેશના સૌથી મોટા IPO નું લોન્ચિંગ પાછળ ઠેલવી શકે છે? FII નું વેચાણ બની રહ્યો છે પડકાર

Published On - 8:57 am, Thu, 24 February 22

Next Video