Junagadh : આકરા ઉનાળામાં ગીરમાં સિંહ પણ આકુળ વ્યાકુળ, વન વિભાગે 500 પાણીના પોઇન્ટ ઉભા કર્યા
સૂર્યનારાયણના રૌદ્ર સ્વરૂપ વચ્ચે સિંહ અને અન્ય પ્રાણીઓના વર્તનમાં પણ મોટાપાયે ફેરફાર થતા હોય છે. જંગલનો રાજા સિંહ સવાર અને સાંજે ઠંડકના સમયે જ ફરતા જોવા મળે છે. જ્યારે બપોરે ગરમીથી બચવા છાંયાવાળા વિસ્તારમાં બેસી રહેવાનું વધુ પસંદ કરે છે.
ગુજરાતમાં(Gujarat) ઉનાળાની(Summer) આકરી ગરમીમાં માણસોની સાથે જંગલી પ્રાણીઓ પર આકુળ-વ્યાકુળ થઈ જાય છે. આકરા તાપમાં ગીર જંગલમાં(Gir) વહેતા ઝરણા અને કુદરતી પાણીના સ્ત્રોત સૂકાઈ જાય છે.વન વિભાગ જંગલી પ્રાણીઓએ કોઈ રઝળપાટ ન કરવી પડે તે માટે સતર્ક છે. એક ફેબ્રુઆરીથી જંગલ વિસ્તારમાં 500 જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી ભરવામાં આવે છે. તો કેટલાક સ્થળે પવન ચક્કી અને સોલારથી ટાંકા દ્વારા પાણીના કુંડા ભરવામાં આવે છે.
સૂર્યનારાયણના રૌદ્ર સ્વરૂપ વચ્ચે સિંહ અને અન્ય પ્રાણીઓના વર્તનમાં પણ મોટાપાયે ફેરફાર થતા હોય છે. જંગલનો રાજા સિંહ સવાર અને સાંજે ઠંડકના સમયે જ ફરતા જોવા મળે છે. જ્યારે બપોરે ગરમીથી બચવા છાંયાવાળા વિસ્તારમાં બેસી રહેવાનું વધુ પસંદ કરે છે..ઉનાળામાં સિંહ ભોજન પણ ઓછું લેતો હોય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
