Junagadh Breaking: શાળા સંચાલકો મેદાને, ફી વધારા અને RTE સહાય સહિતની 4 માંગણીઓ સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

Junagadh Breaking: શાળા સંચાલકો મેદાને, ફી વધારા અને RTE સહાય સહિતની 4 માંગણીઓ સાથે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

| Edited By: | Updated on: Sep 21, 2026 | 4:47 PM

જુનાગઢ જિલ્લાના અંદાજે 100 જેટલા ખાનગી શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગ અને જિલ્લા કલેક્ટર સમક્ષ મોરચો માંડ્યો છે. 10 ટકા સુધીના ફી વધારા માટે એફિડેવિટમાંથી મુક્તિ, RTE સહાયમાં વધારો અને વારંવારના પરિપત્રો બંધ કરવા સહિતની કઈ 4 મહત્વની માંગણીઓ સાથે આવેદન સોંપાયું? વાંચો વિગતવાર.

જુનાગઢ જિલ્લાના અંદાજે 100 જેટલા ખાનગી શાળા સંચાલકોએ એકઠા થઈને પોતાની પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેક્ટર તેમજ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું છે. સંચાલકોએ મુખ્યત્વે ફી વધારો કરવા અને RTE હેઠળ ભણતા વિદ્યાર્થીઓની સહાયની રકમ વધારવા સહિતની 4 મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી છે.

શાળા સંચાલકોની મુખ્ય માંગણી છે કે 10 ટકા કરતાં ઓછી ફી વધારવા માટે FRC (ફી રેગ્યુલેશન કમિટી) ની એફિડેવિટની પ્રક્રિયામાંથી શાળાઓને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવે. આ ઉપરાંત, RTE ના વિદ્યાર્થીઓની ફી પણ FRC ના નક્કી કરેલા ધોરણો મુજબ શાળાઓને ચૂકવવામાં આવે. સંચાલકોએ રજૂઆત કરી હતી કે શિક્ષણ વિભાગ દ્વારા વારંવાર બહાર પડાતા પરિપત્રોના કારણે વહીવટી મુશ્કેલીઓ વધી રહી છે, જેથી આ હેરાનગતિ સત્વરે દૂર થવી જોઈએ.

વધુમાં, શાળાઓ પાસેથી જરૂરી માહિતી વારંવાર માંગવાને બદલે માત્ર જૂન મહિનામાં પોર્ટલ મારફતે એક જ વાર એકત્રિત કરાય અને શાળાઓને સ્વાયત્ત સંસ્થા તરીકે સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં આવે તેવી માંગ કરાઈ છે. શિક્ષણ અધિનિયમની બહાર જઈ કામ કરનારા તત્વો સામે પણ કડક કાર્યવાહીની માંગણી ઉઠાવાઈ છે.

Vadodara Breaking: ₹47 કરોડના ખર્ચે બનશે શહેરનો પ્રથમ ‘મોડેલ રોડ’: વાઘોડિયા ચોકડીથી ખંટબા સુધી 8 લેન રસ્તો

Follow Us
Loading...
Unable to load recommendations.