Junagadh: ફરી એકવાર જાહેરમાં નમાજનો વીડિયો થયો છે વાયરલ. વાત છે જુનાગઢની. જ્યાં ઉપરકોટમાં જાહેરમાં નમાજ પઢવાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક ધર્મના કેટલાક લોકો જાહેર ગાર્ડનમાં નમાજ અદા કરી રહ્યા છે. અજાણ્યા શખ્સે મોબાઇલમાં વીડિયો ઉતારી વાયરલ કર્યો છે. અનુમાન છે કે વાયરલ વીડિયો 15 ઓ્ક્ટોબરનો હોઇ શકે છે.
વિવાદ સર્જાતા પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે અને વીડિયો અંગે તપાસ શરૂ કરી છે. તપાસમાં પોલીસ જાણવાના પ્રયાસમાં જોતરાઇ છે કે જે લોકો નમાજ અદા કરી રહ્યા છે તેઓ કોણ છે અને આ લોકોએ ઉપરકોટમાં ટિકિટ મેળવીને પ્રવેશ મેળવ્યો હતો કે કેમ ! હાલ આ અંગે મેનેજરની પૂછપરછ કરવામાં આવી હોવાના પણ અહેવાલ છે.
નમાજનો મુદ્દો જુનાગઢમાં વિવાદનું કારણ બન્યો છે. મુસ્લિમ એકતા મંચના સભ્યએ જાહેરમાં નમાજનું સમર્થન કર્યું છે અને તેમાં કશું જ ખોટું ન હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ હિંદુ ધર્મગુરૂ શેરનાથ બાપુએ ઘટનાને વખોડી છે અને આવા કૃત્યો દ્વારા શાંતિ ડહોળાતી હોવાનો મત રજૂ કર્યો.
ઉલ્લેખનીય છે કે છાશવારે રાજ્યમાં જાહેરમાં નમાજના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ક્યારેક યુનિવર્સિટી, તો ક્યારેક સ્કૂલ ક્યારેક શૈક્ષણિક સંકુલ, તો ક્યારેક જાહેર સ્થળ. ધર્મના નામે ચાલી રહેલી પ્રવૃતિ વધી રહી છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
આ પણ વાંચો: Junagadh: કાશી વિશ્વનાથ મંદિરના સાધુએ શરૂ કર્યા કઠોર અનુષ્ઠાન, નવ દિવસ શરીર પર રહેશે જવારા
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:01 pm, Tue, 17 October 23