Gujarati video : જૂનાગઢમાં કરા સાથે કમોસમી વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન, ખેડૂતોને ભારે નુકસાન

|

May 06, 2023 | 9:55 AM

જૂનાગઢમાં (Junagadh) કમોસમી વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન થયુ છે. છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદ પડતા કેરી ખરી પડી છે.

ગુજરાતમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. જૂનાગઢમાં (Junagadh) કમોસમી વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન થયુ છે. છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદ પડતા કેરી ખરી પડી છે. આ સાથે કરા પડવાથી પણ કેરીનો પાક નિષ્ફળ ગયો છે. કેરીનો તૈયાર પાક બગડતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયુ છે.

આ પણ વાંચો-Gujarati video : રાજકોટના ધોરાજીમાં ભર ઉનાળે આભ ફાટ્યા જેવી સ્થિતિ, 4 ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ

ગઇકાલે જૂનાગઢમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે માર્કેટ યાર્ડમાં રહેલી કેરીને મોટું નુકસાન પહોંચ્યું હતુ.વરસાદને કારણે યાર્ડમાં રહેલા 15 હજાર જેટલા કેરીના બોક્સને નુકસાન થયું. તો કેરી ઉપરાંત ચીકુ, રાવણા, મગ, અડદ અને તલના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, ત્યારે માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર રાજ્યમાં આજે માવઠાનું સંકટ યથાવત રહેશે. આજે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આજનો દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video