Junagadh: હાલ ચોમાસાએ તો સત્તાવાર વિદાય લઇ લીધી છે. છતાં ફરી એક વાર મેઘરાજા મોજમાં લાગી રહ્યા છે. જૂનાગઢ શહેર ગિરનાર પર ધોધમાર વરસાદ પડ્યો. જૂનાગઢ શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો. ગિરનાર પર બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. તેમજ ગિરનાર પર્વત પર પણ ધીમીધારે વરસાદ ખાબક્યો.
આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને ઠંડા પવન સાથે વાતાવરણ ફરી પલટાયું છે. મહત્વનું છે, એક તરફ વરસાદનું ફરી આગમન. તો, બીજી તરફ ગરબા રસિકો અને આયોજકોમાં ચિંતા. જો આમ ને આમ વરસાદ રહેશે. ખેલૈયાઓની મજા બગડશે. જો કે હવામાન વિભાગે તો આગામી 5 દિવસ સૂકાં વાતાવરણની આગાહી કરી છે. ત્યારે 15 અને 16 તારીખે સામાન્ય વરસાદની પણ આગાહી કરી છે. જો ધોધમાર વરસાદ પડશે તો ગરબા આયોજકો મુશ્કેલીમાં મૂકાશે.
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:43 pm, Fri, 13 October 23