AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK Match: અમદાવાદમાં મેચને લઈ સૌથી કડક સુરક્ષા બંદોબસ્ત, ડ્રોનની રહેશે નજર, નહીં થાય કોઈ ભૂલ, જુઓ Video

IND vs PAK Match: અમદાવાદમાં મેચને લઈ સૌથી કડક સુરક્ષા બંદોબસ્ત, ડ્રોનની રહેશે નજર, નહીં થાય કોઈ ભૂલ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 8:03 PM
Share

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે રમાનારી છે. મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ હાઈવોલ્ટેજ મેચને લઈ ગુજરાત પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત દાખવ્યો છે. અમદાવાદમાં પ્રેક્ષકો સિવાય ચકલુય સ્ટેડિયમની આસપાસના ફરકી શકે એ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મેચ દરમિયાન સીસીટીવી ઉપરાંત ડ્રોનથી પણ સતત તમામ સ્થિતિ પર નજર રાખવામાં આવનાર છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરને દિવાળીના તહેવારોમાં સ્વચ્છ રાખવા અનોખુ આયોજન, 5000 ડસ્ટબીન મુકાશે, જુઓ Video

ગુજરાત અને અમદાવાદ પોલીસ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત દાખવવામાં આવ્યો છે. આ દરમિયાન સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં સતત ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે. શંકાસ્પદ લોકો અને હિલચાલ પર પણ સતત નજર રાખવામાં આવનાર છે. હાઈવોલ્ટેજ મેચ હોવાને લઈ પોલીસ દ્વારા કોઈ જ ચૂક ના રહી જાય એ માટે પહેલાથી જ બારીકાઈ પૂર્વક આયોજન કરવામાં આવ્યુ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 13, 2023 08:03 PM
g clip-path="url(#clip0_868_265)">