Gujarati Video : જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં 29મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો, 56 જેટલા આગાહીકારો ઉપસ્થિત રહ્યા

Gujarati Video : જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં 29મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો, 56 જેટલા આગાહીકારો ઉપસ્થિત રહ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 10:27 AM

જૂનાગઢમાં સ્થિત કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ 29મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 56 જેટલા આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા.

Junagadh : ચોમાસાની ચાતક નજરે રાહ જોઇ રહેલા જગતના તાત માટે મહત્વના સમાચાર છે. ચાલુ વર્ષે ખેડૂતો માટે ચોમાસુ મધ્યમ રહે તેવી સંભાવના. જૂનાગઢ સ્થિત કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ 29મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો છે. જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 56 જેટલા આગાહીકારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : Junagadh : ગિરનાર પર ભારે પવન ફૂંકાતા સતત બીજા દિવસે રોપ વે સેવા બંધ

આગાહીકારોએ કરેલા વરતારા મુજબ ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે અને 11 આની જેવું વર્ષ રહેશે તેવી સંભાવના છે. જૂનના ત્રીજા સપ્તાહમાં પ્રથમ તબક્કાની વાવણી કરવામાં આવશે. તો જુલાઇના પ્રથમ સપ્તાહમાં બીજા તબક્કાની વાવણી થશે. જુલાઇના અંતમાં હેલી જોવા મળે તેવી શક્યતા પણ આગાહીકારોએ વ્યક્ત કરી છે.

જુલાઇના પ્રથમ સપ્તાહમાં બીજા તબક્કાની વાવણી થશે

જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં દર વર્ષે વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા રાજ્યના અલગ અલગ શહેરોમાં વસતા આગાહીકારો દ્વારા વરતારો નક્કી કરવામાં આવે છે. આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તે અંગે આગાહીકારો આગાહી કરી પોતાનો અનુભવ જણાવતા હોય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી નહોતી ત્યારે આપણા વડવાઓ જે પ્રકારે ચોમાસાની આગાહી કરતા એ જ પદ્ધતિથી આગાહીકારો વરતારો કાઢવામાં આવે છે. પશુ-પક્ષીની બોલી, અખાત્રીજના દિવસે પવનની દિશા, નક્ષત્રમાં ફેરફારના આધારે વરસાદની આગાહી કરવામાં આવે છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">