Junagadh: સંતો અને શૂરાઓની ભૂમિ ગણાતી સોરઠ નગરીમાં સાધુ સંતો નવરાત્રી દરમિયાન કઠોર અનુષ્ઠાન કરતા હોય છે. નવરાત્રી એટલે મા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ. અનુષ્ઠાનનું પર્વ, નવદુ઼ર્ગાની આરાધનાનું પર્વ. આ તહેવાર દરમિયાન અનેક લોકો ઘટસ્થાપન કરી માતાજીની પૂજાટ-અર્ચના કરે છે. ખાસ કરીને સાધુ સંતો વિશેષ અઘરા અનુષ્ઠાન દ્વારા માતાજીની આરાધના કરે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન સાધુ સંતો સામાન્ય લોકો વિચારી પણ ન શકે તેવા અઘરા અનુષ્ઠાન કરતા હોય છે. આવા જ અનુષ્ઠાન જુનાગઢના જગન્નાથગીરી મહારાજે શરૂ કર્યા છે.
જગન્નાથગીરી મહારાજે શરીર પર માટી પાથરી દીધી છે અને જવારા ઉગાડ્યા છે. જુનાગઢના કાશી વિશ્વનાથ મંદિરમાં આ અનોખા અનુષ્ઠાન આ સાધુ દ્વારા કરાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ તપ માત્ર થોડા કલાકો પૂરતુ નથી. આ સાધુ આ જ સ્થિતિમાં 9 દિવસ સુધી રહેશે. જગન્નાથગીરી મહારાજ ખાસ આ અનુષ્ઠાન માટે જ જુનાગઢ આવ્યા છે. આવા કઠોર અનુષ્ઠાન પ્રથમવાર કાશી વિશ્વનાથ મંદિરમાં જોવા મળી રહ્યા છે. નવ દિવસ સુધી આમ જ શરીર પર જવારા રહેશે સાથે જ પાણી વિના ઉપવાસ પણ કરશે. તેમના આ અનુષ્ઠાન દશેરાના દિવસે પૂર્ણ થશે.
આ પણ વાંચો: Rajkot : રાજકોટમાં ક્ષત્રિય સમાજની બહેનોએ બાઈક અને જીપ પર ખુલ્લી તલવાર સાથે કર્યો અનોખા ગરબા
જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 8:09 pm, Tue, 17 October 23