Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh : ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ખેત ઉત્પાદન બજાર સુધારા વિધેયકને રદ કરવા સીએમને પત્ર લખ્યો

Junagadh : ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ખેત ઉત્પાદન બજાર સુધારા વિધેયકને રદ કરવા સીએમને પત્ર લખ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 8:36 AM

જૂનાગઢમાં વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે ત્રણ કાળા કૃષિ કાયદા તો રદ કરી દીધા છે. તો ગુજરાત સરકાર આ વિધેયકને રદ કરવા માટે કોની રાહ જોવે છે. આ તો સાપ ગયો અને લીસોટા રહી ગયા જેવી વાત છે. આ અંગે મે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે

જૂનાગઢમાં વિસાવદરના કોંગ્રેસના(Congress) ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ(Harshad Ribadiya)  ફરી એકવાર મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે.ગુજરાત ખેત ઉત્પાદન બજાર સુધારા વિધેયકને લઇ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને(CM Bhupendra Patel)  પત્ર લખ્યો છે અને આ વિધેયક રદ કરવા માટે માંગ કરી છે. તેમજ સાથે જ ખેડૂતોના હિતમાં સરકાર તાત્કાલિક નિર્ણય કરે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે ત્રણ કાળા કૃષિ કાયદા તો રદ કરી દીધા છે. તો ગુજરાત સરકાર આ વિધેયકને રદ કરવા માટે કોની રાહ જોવે છે. આ તો સાપ ગયો અને લીસોટા રહી ગયા જેવી વાત છે. આ અંગે મે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે તેમજ આગામી વિધાનસભા સત્રમાં તે રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : Rajkot : શિવરાત્રીના મેળાની રંગે ચંગે ઉજવણી કરવાની મંજૂરી માંગતા મહંત નરેન્દ્ર બાપુ

આ પણ વાંચો : અમદાવાદ : અસલી સોનું બતાવી નકલી સોનું પધરાવતી ઠગ ટોળકી ઝડપાઇ

Published on: Feb 03, 2022 08:33 AM
g clip-path="url(#clip0_868_265)">