જુનાગઢમાં નવી કલેક્ટર કચેરીથી બાયપાસ સુધી અશાંતધારો લાગુ કરવા ઉઠી માગ- Video
જુનાગઢમાં અશાંતધારો લાગુ કરાવવા રહીશો મેદાને પડ્યા છે. મીરાનગર સહિતની સોસાયટીના રહીશોએ અશાંત ધારો લાગુ કરાવવા તેમનો વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોની માગ છે કે નવી કલેક્ટર કચેરીથી બાયપાસ સુધી અશાંતધારો લાગુ કરવાની માગ કરી રહ્યા છે.
જુનાગઢમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે મીરાનગર સહિતના વિસ્તારોના રહીશો મેદાને આવ્યા છે. સ્થાનિક લોકોની મુખ્ય માંગ છે કે નવી કલેક્ટર કચેરીથી બાયપાસ સુધી, જેમાં ઝાંઝરડા ચોકડીનો વિસ્તાર પણ શામેલ છે, ત્યાં અશાંત ધારો લાગુ કરવામાં આવે. આ માંગ પાછળનું મુખ્ય કારણ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મકાનોનું નિર્માણ હોવાનું જણાવાયું છે, જેને કારણે સ્થાનિક રહીશોમાં વિરોધ ઉઠ્યો છે.
મીરાનગરની એક સોસાયટીમાં વિધર્મીઓ દ્વારા મકાન બનાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ સાથે સોસાયટીના રહેવાસીઓ સહિત આસપાસના વિસ્તારના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમણે કલેક્ટર , એસપી અને કમિશનર ને આવેદનપત્ર આપી વહેલામાં વહેલી તકે અશાંત ધારો લાગુ કરવાની અપીલ કરી છે. રહીશોનું કહેવું છે કે આ કાયદો લાગુ થવાથી ભવિષ્યમાં વિસ્તારની શાંતિ ડોળાય નહીં અને કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને. આ કાયદો લાગુ થતાં દરેક સમાજના લોકો પોતાના વિસ્તારોમાં સુમેળભર્યું જીવન જીવી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સરકાર આ મામલે તાત્કાલિક નિર્ણય કરે તેવી રહીશોની ઉગ્ર માંગ છે. TV9 ગુજરાતીના અહેવાલ મુજબ, આ મુદ્દો જૂનાગઢમાં લાંબા સમયથી ચર્ચામાં છે અને હવે તેમાં ગરમાવો આવ્યો છે.
Breaking News: તહેવારો નજીક આવતા જ ઍરલાઈન કંપનીઓએ શરૂ કરી ઉઘાડી લૂંટ, હવાઈભાડામાં 70% સુધીનો કર્યો વધારો
