Loading video

અદભૂત! તમે ગીરના સાવજનો આવો શિકાર ક્યારેય નહી જોયો હોય, ઉડતાં પક્ષીને શાનદાર રીતે પકડ્યું

| Updated on: Feb 12, 2025 | 5:33 PM

Lion Viral Video: વન્યજીવન નિષ્ણાતોના મતે સિંહો માટે આ રીતે શિકાર કરવો અસામાન્ય છે. કારણ કે તેઓ મોટાભાગે જમીન પર શિકાર કરે છે. પરંતુ આ વીડિયો સાબિત કરે છે કે જરૂર પડે ત્યારે, સિંહોમાં કોઈપણ પરિસ્થિતિમાં શિકાર કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે.

ગુજરાતના ગીર જંગલમાંથી એક રોમાંચક અને દુર્લભ વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક સિંહ હવામાં કૂદકો મારતો અને પક્ષીનો શિકાર કરતો જોઈ શકાય છે. સામાન્ય રીતે સિંહો હરણ, નીલગાય અથવા જંગલી ડુક્કર જેવા મોટા પ્રાણીઓનો શિકાર કરે છે પરંતુ આ વખતે તેણે ઉડતા પક્ષીને પકડીને પોતાની ચપળતા અને શક્તિનું શાનદાર પ્રદર્શન કર્યું.

અનોખી શિકારી વૃત્તિ દર્શાવે છે

વન્યજીવન નિષ્ણાતોના મતે સિંહો માટે આ રીતે શિકાર કરવો અસામાન્ય છે. કારણ કે તેઓ મોટાભાગે જમીન પર શિકાર કરે છે. પરંતુ આ વીડિયો સાબિત કરે છે કે જરૂર પડે ત્યારે, સિંહોમાં કોઈપણ પરિસ્થિતિમાં શિકાર કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે. ગીરનું જંગલ તેની જૈવવિવિધતા અને એશિયાઈ સિંહો માટે પ્રખ્યાત છે અને આ દ્રશ્ય તેમની અનોખી શિકારી વૃત્તિ દર્શાવે છે.

આવા દુર્લભ દ્રશ્યો ગીરમાં જ જોવા મળે છે

આ વીડિયો વન્યજીવન પ્રેમીઓ માટે અત્યંત રોમાંચક છે અને પ્રકૃતિની અદ્ભુત દુનિયાની ઝલક આપે છે. આવા દુર્લભ દ્રશ્યો જોવાનો અનુભવ કરવો એ એક યાદગાર અનુભવ છે, જે સિંહની શક્તિ, ચપળતા અને શિકાર કૌશલ્યને શ્રેષ્ઠ રીતે ઉજાગર કરે છે.