Junagadh : રહેણાંક વિસ્તારમાં ધમધમતું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું, મણીપુર અને નાગાલેન્ડની યુવતીઓ મળી આવી, જુઓ Video

Junagadh : રહેણાંક વિસ્તારમાં ધમધમતું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું, મણીપુર અને નાગાલેન્ડની યુવતીઓ મળી આવી, જુઓ Video

| Edited By: | Updated on: Oct 12, 2023 | 5:24 PM

જુનાગઢના રહેણાંક વિસ્તારમાં એપાર્ટમેંટમાં ધમધમતા કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા છે. આ દરોડામાં આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર હોવાનું સામે આવ્યું છે. 12થી વધુ આરોપીની અટકાયત પણ કરવામાં આવી. કોલ સેન્ટરમાંથી યુવક અને યુવતીઓને ઝડપી લેવાઇ. લેપટોપ, કોમ્પ્યુટર, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

Junagadh crime : જૂનાગઢમાં LCB ની ઓપરેશન સફળ થયું છે. જુનાગઢમાં રહેણાંક વિસ્તારમાં ધમધમતા કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડા કેસમાં પોલીસે 11થી વધુ આરોપીની અટકાયત કરી હતી. પોલીસે ઝડપેલા કોલ સેન્ટરમાં બાતમીના આધારે દરોડા પાડતા કેટલીક યુવતીઓ પણ હોવાનું સામે આવ્યું હતું. જેમાં 5 યુવતી મણીપુર અને નાગાલેન્ડની હોવાનું સૂત્રો દ્વારા માહિતી મલાઈ છે.

આ પણ વાંચો : Junagadh: દત્તાત્રેય શિખરની જગ્યા મામલે જૈન સમાજે સમાધાન કરવાની બતાવી તૈયારી- Video

જુનાગઢ LCB એ પડેલા દરોડામાં 6 યુવકો ક્યાંના તે અંગે પણ પૂછપરછ શરૂ શરૂ કરવામાં આવી છે. લેપટોપ, કોમ્પ્યુટર, રોકડ સહિત કુલ રૂપિયા 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સ્પષ્ટ છે કે પોલીસે આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું.

(ઇનપુટ ક્રેડિટ – વિજયસિંહ પરમાર, જૂનાગઢ)

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો