જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદને લઈ શહેરભરમાં રસ્તાઓ ધસમસતી નદીઓના પ્રવાહ સમાન જોવા મળી રહ્યા હતા. શહેરમાં મોટાભાગના રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. આ દરમિયાન રાજ્યના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલય સક્કરબાગમાં પણ પાણી ભરાઈ જવા પામ્યુ હતુ. વરસાદી પાણી ભરાઈ જવાને લઈ ઝૂમાં રહેલા પ્રાણીઓ અને પંખીઓને લઈ ચિંતા વ્યાપી રહી હતી. પરંતુ જૂનાગઢમાં આફત વચ્ચે સાારા સમાચાર સારા આવી રહ્યા છે કે, તમામ પ્રાણીઓ અને પંખીઓ સલામત છે. ઝૂમાં આવેલા તમામ પ્રાણીઓ અને પંખીઓને સુરક્ષીત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. પાણી ઓસરવા બાદ ઝૂમાં કાદવની સ્થિતી જોવા મળી રહી છે.
ભારે વરસાદને લઈ સમસ્યાઓનો સામનો જૂનાગઢના લોકોએ કર્યો હતો. આ દરમિયાન જ્યાં લોકોને સંઘર્ષની સ્થિતી હતી તો, સક્કરબાગ ઝૂમાં પાણી ભરાઈ જવાને લઈ પશુ પંખીઓને પણ ભારે પાણીના પ્રવાહને લઈ મુશ્કેલ સ્થિતી સર્જાયાની ચિંતા વ્યાપી હતી. વિસ્તારમાં ભારે પાણી ભરાયેલા વિડીયો વાયરલ થયા હતા. આમ વિડીયો જોઈને લાગી રહ્યુ હતુ કે, પશુ પંખીઓની સ્થિતી ચિંતાજનક બની હશે. પરંતુ વનવિભાગ દ્વારા નિવેદન સામે આવ્યુ છે કે, તમામ પશુ પંખીઓ સલામત છે.