Junagadh : ભડકાઉ ભાષણના એક કેસમાં કોર્ટે મૌલાના મુફ્તીને આપ્યા જામીન, બીજા કેસમાં ટ્રાન્સફર વોરંટથી થશે ધરપકડ

|

Feb 08, 2024 | 7:48 AM

જૂનાગઢના મુફ્તી સલમાન અઝહરીના ભડકાઉ ભાષણનો કેસમાં કોર્ટે મુફ્તી સલમાન અઝહરીને જામીન આપ્યા છે. જૂનાગઢ બી ડિવિઝનમાં નોંધાયેલા ગુનામાં જામીન મંજૂર થયા છે. હવે મુફ્તી સલમાન અઝહરીને રાજકોટ જેલમાં લવાયો છે.

જૂનાગઢના ભડકાઉ ભાષણ કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન આપ્યા છે. કોર્ટે મુફ્તી સલમાન અઝહરીના પણ જામીન મંજૂર કર્યા છે. જો કે મૌલાના મુફ્તીના જૂનાગઢ બી ડિવિઝનના કેસમાં જામીન મંજૂર થયા છે. હવે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કચ્છ પોલીસને સોંપાશે.

જૂનાગઢના મુફ્તી સલમાન અઝહરીના ભડકાઉ ભાષણનો કેસમાં કોર્ટે મુફ્તી સલમાન અઝહરીને જામીન આપ્યા છે. જૂનાગઢ બી ડિવિઝનમાં નોંધાયેલા ગુનામાં જામીન મંજૂર થયા છે. હવે મુફ્તી સલમાન અઝહરીને રાજકોટ જેલમાં લવાયો છે. તો મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કચ્છ પોલીસને સોંપવામાં આવશે. કચ્છના સામખીયાળીના કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવશે.

સામખિયાળી પોલીસ સ્ટેશનમાં મૌલાના વિરૂદ્ધ ફરિયાદ

આ તરફ મૌલાના સામે ભડકાઉ ભાષણની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં મૌલાના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૌલાના અને સભાના આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા 31 જાન્યુઆરીએ સામખિયાળીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમા મૌલાનાએ શાંતિ ભંગ કરનારા અને કોમી એખલાસ ડહોળનારા વિવાદી નિવેદનો કર્યા હતા. ઝેરીલી વાણીનો પ્રયોગ કરી મૌલાનાએ યુવાનોની ઉશ્કેરણીજનક ભાષણ કરી રહ્યો હતો. આ મામલે પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video