Breaking News : સુશાસન દિવસે જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

Breaking News : સુશાસન દિવસે જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ

| Edited By: | Updated on: Dec 25, 2025 | 2:11 PM

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે, આજે સુશાસન દિવસે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે. ગુજરાત વિઘાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈને જેઠા ભરવાડે, વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી રાજીનામુ આપ્યું છે. આ સમયે, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે, આજે સુશાસન દિવસે પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધુ છે. ગુજરાત વિઘાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈને જેઠા ભરવાડે, વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી રાજીનામુ આપ્યું છે. આ સમયે, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહ્યાં હતા. તાજેતરમાં જ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ અને ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરે દિલ્હીમાં ભાજપના મોવડીમંડળ સાથે મુલાકાત કરી હતી. રાજકીય વિશ્લેષકો આ મુલાકાતના સંદર્ભમાં જેઠા ભરવાડનું રાજીનામુ જોઈ રહ્યાં છે. ગુજરાત ભાજપ અને સરકારમાં હજુ પણ તબક્કાવાર કેટલાક ફેરફારો જોવા મળે તો નવાઈ નહી તેમ આ રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

જેઠા ભરવાડે હોદ્દા પરથી આપેલા રાજીનામા અંગે કામના વધુ પડતા ભારણને જવાબદાર ગણાવ્યું છે. જો કે, ગુજરાતના ડેરી અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલ શંકર ચૌધરી અને જેઠા ભરવાડ બન્ને વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદે હતા. હવે એવુ ચર્ચાઈ રહ્યું છે કે, જેઠા ભરવાડ ડેરી અને સહકારી ક્ષેત્રના રાજકારણમાં સક્રિય થશે. અત્યાર સુધી તેઓ ઉપાધ્યક્ષ તરીકે અધ્યક્ષની ગેરહાજરીમાં જ વિધાનસભાનું કામકાજ સંભાળી શકતા હતા. જો કે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી મુક્ત થતા જ તેઓ ગુજરાતના સહકારી અને ડેરી ક્ષેત્રમાં ભાજપ તરફી કામ કરતા જોવા મળશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Dec 25, 2025 02:11 PM