જેઠા ભરવાડ પર ગેરકાયદે બાંધકામનો આરોપ “વનવિભાગની જમીન પચાવી મકાન બનાવ્યું”

|

Jan 12, 2022 | 6:59 PM

વિધાનસભાના ડે.સ્પીકર જેઠા ભરવાડે ગેરકાયદે બાંધકામ કર્યું હોવાના આક્ષેપ થયા છે. અને, આ મામલે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે. ગોધરાના શહેરા ખાતે ચાંદણગઢ ગામ સ્થિત વન વિભાગની જમીન પચાવી પાડવાનો જેઠા ભરવાડ પર આરોપ લાગ્યો છે.

વિધાનસભાના (Assembly) ઉપાધ્યક્ષ (Deputy Speaker) જેઠા ભરવાડ (Jetha Bharwad) સામે ગેરકાયદે બાંધકામનો આક્ષેપ થયો છે. શહેરા(Shehra) તાલુકા પંચાયતના (Taluka Panchayat)વિરોધ પક્ષના નેતાએ જેઠા ભરવાડ પર ગંભીર આરોપ લગાવ્યો છે. વિપક્ષના નેતાનો આરોપ છે કે જેઠા ભરવાડે વન વિભાગની જમીન પર કબ્જો કરી મકાન બનાવી દીધું છે. શહેરા ખાતે આવેલા ચાંદણગઢ ગામ સ્થિત વન વિભાગની જમીન પચાવી પાડી હોવાનો પણ આરોપ છે. હાલ આ અંગે મુખ્યપ્રધાનને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. તો બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ કહ્યું કે આ મુદ્દે તપાસ કરીશું.તપાસ બાદ જે સત્ય હશે તે બહાર આવશે.

તો બીજી તરફ જેઠા ભરવાડે તમામ આક્ષેપને ફગાવ્યાં અને કહ્યું કે જે વ્યક્તિએ મારા પર આરોપ લગાવ્યાં છે તે ગુનાહિત પ્રવૃતિ ધરાવે છે. આક્ષેપ કરનાર વ્યક્તિની મેં ટ્રેનિંગ સ્કૂલ બંધ કરાવી હતી. જેનો ખાર રાખી મને બદનામ કરવાનું ષડયંત્ર રચાયું છે.

નોંધનીય છેકે વિધાનસભાના ડે.સ્પીકર જેઠા ભરવાડે ગેરકાયદે બાંધકામ કર્યું હોવાના આક્ષેપ થયા છે. અને, આ મામલે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે. ગોધરાના શહેરા ખાતે ચાંદણગઢ ગામ સ્થિત વન વિભાગની જમીન પચાવી પાડવાનો જેઠા ભરવાડ પર આરોપ લાગ્યો છે. આરોપ છેકે જેઠા ભરવાડે વનવિભાગની જમીન પચાવી પાડી છે. અને, જમીન પર બે માળનું મકાન, બગીચો, પાક્કો રોડ અને પાણીની ટાંકી બનાવી દીધી છે. આ તમામ આક્ષેપે શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ લગાવ્યા છે.

આ પણ વાંચો : પતંગ રસિયાઓ માટે સારા સમાચાર, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે

આ પણ વાંચો : અમદાવાદ નાગરિક પુરવઠા કચેરીમાં 9 લોકો પોઝિટિવ, રેશનકાર્ડને લગતી કામગીરી પર થશે અસર

 

Published On - 6:07 pm, Wed, 12 January 22

Next Video