Kutch News : ભુજમાં ગેરકાયદે ધાર્મિક દબાણો પર ફર્યુ તંત્રનું બુલડોઝર- જુઓ Video

|

Sep 22, 2024 | 3:00 PM

કચ્છના ભૂજ અને આસપાસના વિસ્તારમાં સવારથી તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાણીના વહેણ પર થયેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ છે.

કચ્છના ભૂજ અને આસપાસના વિસ્તારમાં સવારથી તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાણીના વહેણ પર થયેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યુ છે. ભૂજ માંડવી રોડ પર આવેલા ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યુ છે. 2 જેટલી દરગાહ સહિતના દબાણ દૂર કરવામાં આવ્યાં છે.

ગૌ શાળા અને ધાર્મિક કામ માટે જમીન કૌભાંડને લઇ નોંધાઈ ફરિયાદ

બીજી તરફ અમદાવાદમાં ગૌ શાળા અને ધાર્મિક કામ માટે જમીન કૌભાંડને લઇ ફરિયાદ નોંધાઈ છે. CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જમીન કૌભાંડની ફરિયાદ દાખલ થઈ છે. અરવલ્લી જિલ્લાના બાયડ પાસેના લિંબ ગામની 500 વીઘા જમીન બાબતે અમદાવાદના જમીન માલિક સાથે છેતરપિંડી આચરી હતી. સ્વામી જમીન દલાલોએ ફરિયાદી પાસે જમીન લઈ પૈસા આપ્યાં ન હતા.

દેવ પ્રકાશ સ્વામી ઉર્ફે દેવ પ્રિય સ્વામી, માધવ પ્રિય સ્વામી ઉર્ફે એમ પી સ્વામી,વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી , જય શ્રીકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ સાથે અન્ય 4 જમીન દલાલ ભુપેન્દ્રભાઈ સનાભાઇ પટેલ અને વિજયસિંહ આલુસિહ ચૌહાણ ,સુરેશભાઈ તુલસીભાઈ ધોરી,લાલજીભાઈ બાબુભાઈ ઢોલા સામે ફરિયાદ દાખલ થઈ છે.

Next Video