Ahmedabad : વટવા GIDCમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં મોટો ખુલાસો, કંપનીના માલિકો ફરાર, જુઓ Video
અમદાવાદના વટવા GIDCમાં લાગેલી ભીષણ આગ પર ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ કાબૂ મેળવવામાં આવ્યો છે. પરંતુ કંપનીમાં વિકરાળ આગ લાગી હોવા છતા માલિકનો કોઈ પતો નથી. મળતી માહિતી અનુસાર જે કંપનીમાં આગ લાગી હતી તેના માલિકો ફરાર થઈ ગયા છે.

જયશ્રી કેમિકલમાં ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે. ફેકટરીમાં વીમો પણ ન લીધો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફેકટરીમાં 10 ટન જેટલો કેમિકલ સોલવન્ટનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. ગોડાઉનમાં રાખવામાં આવેલા કેમિકલ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. કંપનીમાં સોલવન્ટ અને ઈથાઈલ હોવાથી આગ વધુ પ્રસરી હોવાનો ખુલાસો થયો છે. ફેકટકીમાં લાગેલી આગમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો