જસદણના ખેડૂતોએ હોંશે હોંશે કપાસ મગફળીનું કર્યુ વાવેતર, વરસાદ ખેંચાતા પાક સુકાઈ જવાની ભીતિ- Video

| Edited By: | Updated on: Jun 27, 2026 | 8:07 PM

જસદણના ખેડૂતોએ સારા વરસાદની આશાએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ ચોમાસું મોડું બેસતા અને વરસાદ ન વરસતા પાક સુકાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. હજારો રૂપિયાના ખર્ચે કરેલું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ છે, જેનાથી લાખોનું નુકસાન થઈ શકે છે.

ચાલુ વર્ષે સારો વરસાદ થવાની આશાએ રાજકોટના જસદણ પંથકમાં આજથી એક મહિના પહેલા જ ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું હતું. પરંતુ, હવે સંજોગો એવા છે કે, એક તરફ ચોમાસું મોડું બેઠું અને એમાં પણ વરસાદ ન વરસતા ખેડૂતોને પાક સુકાઈ જવાની ભીતિ છે. આગામી દિવસોમાં વરસાદ ન પડે તો ખેડૂતોને લાખોનું નુકસાન સહન કરવું પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ સિંચાઈ માટે પણ પાણી ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો સરકારને પિયત માટે પાણી છોડવા માગ કરી રહ્યા છે.

હાલ વરસાદ ખેંચાયો છે અને ખેડૂતોએ હોંશે હોંશે વરસાદ આવવાની આશાએ વાવેતર કરી દીધુ છે પરંતુ પિયતની સમસ્યા ઉભી થઈ છે. હજુ સુધી વરસાદ ન થતા ખેડૂતોને પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ હજારો રૂપિયાના ખર્ચે ખેતરમાં વાવેતર કર્યુ છે ત્યારે જો વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જશે અને ખેડૂતોનેલ લાખોનું નુકસાન જશે. એકતરફ હાલ પાકને પિયત માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો વરસાદ સામે મીટ માંડીને બેઠા છે.’

 

Breaking News: અમરેલીમાં માનવભક્ષી ચારેય સિંહોને કરાઈ આજીવન કેદની સજા, જુનાગઢ સક્કરબાગ ઝુમાં મોકલાશે

Follow Us