જામનગર વીડિયો : દરેડમાં રંગમતી નદીમાં હજારો માછલીઓના મોત, GPCBના અધિકારીઓ દ્વારા પાણીના નમૂના લેવાયા
જામનગરના દરેડમાં રંગમતી નદીમાં હજારો માછલીઓના મોત થયા છે. મળતી માહિતી અનુસાર કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવાના કારણે માછલીઓના મોત થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. તો નજીકમાં GIDC વિસ્તાર હોવાથી નદીના પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવાનું સામે આવ્યુ છે. ઘટના બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તપાસ હાથ ધરી છે.
સામાન્ય રીતે આપણે એવુ સાંભળ્યુ હશે કે નદીના તટમાંથી રેતીનું ખનન થાય છે. અથવા તો નદીનું પાણી પ્રદૂષિત થતુ હોય તેવી ઘટનાઓ સાંભળી હોય છે. પરંતુ જામનગરના દરેડમાં રંગમતી નદીમાં હજારો માછલીઓના મોત થયા છે.
મળતી માહિતી અનુસાર કેમિકલયુક્ત પાણી નદીમાં છોડવાના કારણે માછલીઓના મોત થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. તો નજીકમાં GIDC વિસ્તાર હોવાથી નદીના પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવાનું સામે આવ્યુ છે. ઘટના બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તપાસ હાથ ધરી છે. જેમાં GPCBના અધિકારીઓ દ્વારા પાણીના નમૂના લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ઘટના અંગે વધુ ખુલાસો થાય તેવી સંભાવના છે.
તો બીજી તરફ અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીના પટમાં રેતી ચોરી થવાની ઘટના સામે આવી હતી. ખાણ ખનીજના અધિકારી સુમિત ચૌહાણની અલગ અલગ ટીમો દ્વારા શેત્રુંજી નદીના પટમાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવતા રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો. રેતી ચોરી કરનારા સામે તવાઈ શરૂ કરવામા આવી હતી.
