જામનગર સમાચાર : જાહેરમાં આધેડને હેન્ડ પંપ સાથે બાંધી માર્યો માર, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ
જામનગરમાં જાહેરમાં એક વ્યક્તિને બંધક બનાવી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જામનગરના બર્ધન ચોક વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકોએ આધેડને હેન્ડ પંપ સાથે બાંધીને લાફા માર્યા હોવાની ઘટના સામે આવી છે.નશાની હાલતમાં બબાલ કરતાં લોકોએ માર માર્યો હતો.
રાજ્યમાં અવારનવાર મારામારીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે મારામારીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જામનગરમાં જાહેરમાં એક વ્યક્તિને બંધક બનાવી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.
જામનગરના બર્ધન ચોક વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકોએ આધેડને હેન્ડ પંપ સાથે બાંધીને લાફા માર્યા હોવાની ઘટના સામે આવી છે. નશાની હાલતમાં બબાલ કરતાં લોકોએ માર માર્યો હતો.
તો બીજી બાજુ અમદાવાદના ન્યૂ વાસણામાં દુકાનના કર્મચારીને માર માર્યો હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર દુકાન બહાર બેસવાની ના પાડતા સ્થાનિક શખ્સે માર માર્યો હોવાનું સામે આવ્યુ છે. તો પ્રેમ મેવાડ દુકાન બહાર કર્મચારી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.