Jamnagar : કાલાવડના નાનાવડાલા ગામે ખાનગી સ્કૂલની બસ પાણીમાં ખાબકી, ગામલોકો અને ફાયર બ્રિગેડના જવાનોએ લોકોનો બચાવ કર્યો

|

Jul 07, 2022 | 5:07 PM

જામનગરના(Jamnagar)  કાલાવડમાં પડેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં કાલાવડ તાલુકાના નાનાવડાલા ગામે ખાનગી સ્કૂલની બસ પાણીમાં ખાબકી હતી. આ બસમાં નવ વિદ્યાર્થી, ડ્રાયવર અને બે શિક્ષકો સવાર હતા.

ગુજરાતમાં (Gujarat)  છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના(Rain)  પગલે રાજયના અનેક જિલ્લાઓમાં પાણી ભરાવવાની સમસ્યાઓ પણ સામે આવી છે. જેમાં અનેક નદીઓમાં પુર પણ આવ્યા છે. જ્યારે અનેક વિસ્તારોમાં વહીવટીતંત્રની બેદરકારીને લીધે રોડ  અને અંડરપાસમાં પણ પાણી ભરાયા છે. જેમાં જામનગરના(Jamnagar)  કાલાવડમાં પડેલા વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં કાલાવડ તાલુકાના નાનાવડાલા ગામે ખાનગી સ્કૂલની બસ પાણીમાં ખાબકી હતી. આ બસમાં નવ વિદ્યાર્થી, ડ્રાયવર અને બે શિક્ષકો સવાર હતા. જો કે આ ઘટનાની જાણ થતા જે ગ્રામજનો અને કાલાવાડ ફાયરબ્રિગેડના જવાનોએ તમામ લોકોને બહાર કાઢ્યા હતા.

આ ઉપરાંત જામનગરના કાલાવડ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે. જેમાં કાલાવડ ખરેડી, મોટા વડાળા, જુવાનપર, રાજડા, પીઠડીયા સહિતના ગામોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં મોટા વડાલા અને ઉપરવાસમાં વરસાદના કારણે મોટા વડાલાની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું છે. જ્યારે મોટા વડાલાની સ્થાનિક નદીમાં પુર આવતા મોટા વડાલાથી કાલાવડ જવાનો રસ્તો બંધ થયો છે.

આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

કેન્દ્રીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એટલું જ નહિ, આજથી 10 જુલાઇ દરમ્યાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ દર્શાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં રાજ્ય સરકારના અને જિલ્લાઓના તંત્રએ જે રાહત બચાવ અને પ્રિપેડનેસ સંબંધી આગોતરા પગલાં લીધા છે તેની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી. મુખ્યમંત્રીએ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજેલી આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં પાછલા 24 કલાક દરમ્યાન થયેલા વ્યાપક વરસાદની છણાવટ કરવામાં આવી હતી.

Published On - 4:57 pm, Thu, 7 July 22

Next Video