Jamnagar: જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો, દૈનિક 500થી વધુ શરદી અને ઉધરસના કેસ નોંધાયા, જુઓ Video

|

Aug 07, 2023 | 1:45 PM

જામનગરમાં પણ વરસાદ બાદ ભારે રોગચાળો ફેલાયો છે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દૈનિક અઢી હજારથી વધારે ઓપીડીમાં કેસ નોંધાય છે. તેમજ હોસ્પિટલની કેસ બારી ઓપીડી તેમજ દવા બારીમાં લાંબી કતારો જોવા મળે છે.

Jamnagar : રાજ્યમાં ભારે વરસાદ બાદ રોગચાળો ફેલાઈ રહ્યો છે. જામનગરમાં પણ વરસાદ બાદ ભારે રોગચાળો ફેલાયો છે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દૈનિક અઢી હજારથી વધારે ઓપીડીમાં કેસ નોંધાય છે. તેમજ હોસ્પિટલની કેસ બારી ઓપીડી તેમજ દવા બારીમાં લાંબી કતારો જોવા મળે છે.

આ પણ વાંચો : Jamnagar Crime : હવે ગમે ત્યાં થૂંકવામાં ધ્યાન રાખજો, જામનગરમાં થૂંકવા જેવી સામાન્ય બાબતમાં બે પાડોશીઓ વચ્ચે ખેલાયો ખૂની ખેલ

તેમજ શરદી ઉધરસ તાવના દર્દી દૈનિક 500થી 700 જેટલા હોસ્પિટલ ઓપીડીમાં જોવા મળે છે. વરસાદ બાદ મચ્છરજન્ય રોગ તેમજ પાણીજન્ય રોગના દર્દીઓમાં વધારો નોંધાયો છે. જો જુલાઈ માસની વાત કરીએ તો જુલાઈ મહિનામાં જામનગરની જીજી હોસ્પિટલમાં 7,61,000થી વધુ દર્દીઓ નોંધાયા હતા.

સુરતમાં પણ રોગચાળો ફાટી નીકળ્યો

તો આ તરફ સુરતમાં પણ રોગચાળો ફાટી નીકળ્યો છે. સુરતમાં તાવથી પીડાતા પાંડેસરા વિસ્તારના 43 વર્ષીય વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વધતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video